Home Sports Vaibhav Suryavanshi Dambulla Super Over Fight Controversy

શ્રીલંકન ખેલાડીઓએ એવું શું કહ્યું કે બેકાબૂ થયો સૂર્યવંશી? : સુપર ઓવરની હાર બાદ શ્રીલંકન ટીમના આ 6 શબ્દોથી ધુઆંપુઆં થયો વૈભવ!

Vaibhav Suryavanshi
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 16, 2026, 12:01 PM IST

Vaibhav Suryavanshi : ભારતીય ક્રિકેટના 15 વર્ષીય ઉભરતા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યા છે. જોકે આ વખતે ચર્ચા તેમના શાનદાર પરફોર્મન્સના કારણે નહીં પરંતુ મેદાન પર થયેલા એક ઉગ્ર ઝઘડાના લીધે થઈ રહી છે. દામ્બુલામાં રમાયેલી Sri Lanka-A અને India-A વચ્ચેની ત્રિકોણીય સિરીઝની મેચ પૂરી થયા બાદ વૈભવ સૂર્યવંશી વિરોધી ટીમના એક ખેલાડી સાથે ભીડાઈ ગયા હતા. Super Overમાં Sri Lanka-Aની ટીમે આ મેચ જીતી લીધી હતી પરંતુ મેચ સમાપ્ત થતાની સાથે જ મેદાન પર ખેલાડીઓ વચ્ચે ભારે હંગામો જોવા મળ્યો હતો.

શ્રીલંકન ખેલાડીના 6 શબ્દો બન્યા વિવાદનું કારણ

આ હંગામા પાછળનું અસલી કારણ હવે સામે આવ્યું છે. Super Overમાં 17 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે India-Aની ટીમ તરફથી વૈભવ સૂર્યવંશી અને સુયાંશ શેડગે ક્રીઝ પર હતા. જોકે ભારે દબાણમાં ભારતીય ટીમ માત્ર 9 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ હતી. આ પરાજયથી નિરાશ થઈને વૈભવ સૂર્યવંશી જ્યારે પેવેલિયન તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે Sri Lanka-Aના ફિલ્ડર વિશેન હલમબાગેએ તેમને ઉકસાવવા માટે એક ટોણો માર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, હલમબાગેએ વૈભવને હિન્દીમાં 6 શબ્દો કહ્યા હતા કે, 'મેચ ખતમ હુઆ... અબ ઘર જાઓ'.

IPL 2026ના નવા સ્પીડ કિંગને ઈન્ડિયા-Aમાં મળ્યું સ્થાન!: વૈભવના વિવાદ વચ્ચે BCCIએ 23 વર્ષીય ફાસ્ટ બોલરને શ્રીલંકા મોકલ્યો

વૈભવ સૂર્યવંશીએ ગુમાવ્યો પિત્તો

વિરોધી ખેલાડીના આ 6 શબ્દો તીરની જેમ વાગતા 15ની ઉંમરના વૈભવ સૂર્યવંશી પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નહીં. તેમણે તરત જ પાછળ ફરીને શ્રીલંકન પ્લેયર વિશેન હલમબાગેને જોરદાર ધક્કો મારી દીધો હતો. મેદાન પર પરિસ્થિતિ વધુ બગડતી જોઈને શ્રીલંકાના સિનિયર ક્રિકેટર નિરોશન ડિકવેલા અને બાકીના ખેલાડીઓએ તરત જ વચ્ચે પડીને બંનેને અલગ કર્યા હતા અને મામલો શાંત પાડ્યો હતો. સામાન્ય રીતે ICCની A કેટેગરીની મેચોમાં શિસ્તબદ્ધ બાબતોનું આટલું કડક નિરીક્ષણ અધિકારીઓ દ્વારા નથી થતું છતાં આ ઘટનામાં સામેલ ખેલાડીઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

ખરાબ લાઇટિંગના કારણે પણ વધ્યો વિવાદ

આ મેચ દરમિયાન માત્ર સ્લેજિંગ જ નહીં પરંતુ લાઇટિંગની સ્થિતિને લઈને પણ મોટો વિવાદ ઊભો થયો હતો. India-Aના કેપ્ટન તિલક વર્માએ અમ્પાયરો સાથે લાંબી દલીલ કરી હતી કે મેદાન પર ખૂબ જ ખરાબ લાઇટ હોવા છતાં રમત કેમ ચાલુ રાખવામાં આવી રહી છે. અહેવાલો મુજબ ઓછી લાઇટ હોવા છતાં અમ્પાયરોએ છેલ્લી ઓવર સુધી મેચ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ સુપર ઓવર પણ રમાડવામાં આવી હતી. આ સ્થિતિમાં ઘણા ખેલાડીઓને બોલ જોવામાં પણ ભારે તકલીફ પડી રહી હતી.

Spain સામેની એક મેચથી રાતોરાત બની ગયો સ્ટાર: જાણો Cape Verdeના 40 વર્ષીય Vozinhaની કહાની

સુપર ઓવરમાં ભારતનું નબળું પ્રદર્શન

India-Aના બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને સુયાંશ શેડગે પણ સુપર ઓવર દરમિયાન આ ખરાબ લાઇટના કારણે પરેશાન જોવા મળ્યા હતા. ખરાબ વિઝિબિલિટીના કારણે તેઓ મુક્તપણે શૉટ્સ રમી શક્યા નહોતા. આ જ મુખ્ય કારણ માનવામાં આવે છે કે 18 રનના મુશ્કેલ ટાર્ગેટ સામે ભારતીય ટીમ માત્ર 9 રન જ બનાવી શકી હતી. હારની આ જ નિરાશા વચ્ચે શ્રીલંકન ફિલ્ડરના ખરાબ વર્તને વૈભવના ગુસ્સામાં ઘી હોમવાનું કામ કર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now