Home Gujarat Vadodara Vadodara Ward15 Congress Candidate Liquor Case Controversy

વડોદરાનાં વોર્ડ નં.15નાં કોંગ્રેસના ઉમેદવાર સામે નોંધાઈ ફરિયાદ : દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

કોંગ્રેસ નેતાઓની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 25, 2026, 02:16 PM IST

વડોદરા શહેરમાં મતદાન પૂર્વે રાજકીય માહોલ વધુ ગરમ બન્યો છે. શહેરના વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશી સામે દારૂનો જથ્થો મંગાવા મામલે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય વિવાદ ઊભો થયો છે. આ મામલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો થઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ, છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા નજીકથી 293 બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. આ મામલે ડભોઈના રહેવાસી પ્રમોદ પાંડે નામના વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેણે પોલીસ સમક્ષ જણાવ્યું કે આ દારૂનો જથ્થો આશિષ જોશીએ મંગાવ્યો હતો.

કોંગ્રેસનાં ભાજપ પર આક્ષેપ

આ સમગ્ર મામલે વડોદરા શહેર કોંગ્રેસના પ્રભારી બિમલ શાહે ભાજપ પર તીખા આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી હારી રહી હોવાના ડરથી કોંગ્રેસના ઉમેદવારોને નિશાન બનાવી ખોટા કેસ કરાવી રહી છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસના ઓછામાં ઓછા 4 ઉમેદવારો અને તેમના પરિવારજનોને પોલીસ હેરાન કરી રહી છે. બિમલ શાહે કહ્યું આ કાર્યવાહી રાજકીય દબાણ હેઠળ થઈ રહી છે.

કોંગ્રેસે આ મામલે અનેક ઉદાહરણો આપ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર પાર્વતી સોલંકીના પતિ પ્રભુ સોલંકીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત, આશિષ જોશી સામે સંખેડામાં ખોટી FIR નોંધવામાં આવી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: 'પાકળ બકરું પકડાવીને કોઈ તમારું ખાડુ ના લઈ જાય એ જોજો' : કરશનબાપુ ભાદરકાનો વીડિયો આવ્યો સામે

કોંગ્રેસ ઉમેદવાર જાવેદ ધૂપેલવાલાને જૂના કેસમાં બોલાવીને હેરાન કરવામાં આવી રહ્યાં હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. મહિલા કોંગ્રેસ ઉમેદવારના ભાઈ આબિદ સૈયદ બાપુને પણ પોલીસ દબાણમાં રાખતી હોવાના આક્ષેપ કરાયા છે.

આશિષ જોશીનો જવાબ

આ મામલે આરોપી તરીકે નામ સામે આવેલા કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ સમગ્ર ઘટના એક રાજકીય કાવતરું છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યાં છે. આશિષ જોશીના જણાવ્યા મુજબ, તેઓનો આ દારૂ કેસ સાથે કોઈ સંબંધ નથી અને ચૂંટણીને અસર કરવા માટે વિરોધીઓ આ પ્રકારની યોજના ઘડવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હાઈ-પ્રોફાઇલ મતદાન : PM, HM અને CM કરશે મતદાન, રાણીપથી PM અને નારણપુરાથી HM કરશે મતદાન

આ પ્રકારની ઘટનાઓ ચૂંટણી દરમિયાન સામાન્ય બની ગઈ છે, પરંતુ મતદારો માટે મહત્વનું છે કે તેઓ તથ્યો અને વાસ્તવિકતાના આધારે પોતાનો નિર્ણય કરે. મતદાન નજીક આવતા રાજકીય પક્ષો વચ્ચે ટકરાવ વધતો જોવા મળી રહ્યો છે. આવા કેસો અને આક્ષેપો મતદારો પર કેટલો પ્રભાવ પાડશે તે હવે પરિણામોમાં સ્પષ્ટ થશે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. પ્રમોદ પાંડેના નિવેદનના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now