યુનાઇટેડ સ્ટેટ્સ આવતા વર્ષે તેની 250મી સ્વતંત્રતાની વર્ષગાંઠ ઉજવશે, જેના ભાગરૂપે એક ખાસ એક ડોલરનો સ્મારક કોઈન બહાર પાડવાનો પ્રસ્તાવ છે. આ સિક્કા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો દર્શાવવામાં આવી શકે છે.
યુએસ ટ્રેઝરી વિભાગે સિક્કાનો પ્રથમ ડ્રાફ્ટ જાહેર કર્યો છે. તેમાં ટ્રમ્પની બાજુની પ્રોફાઇલ સાથે “LIBERTY” અને “IN GOD WE TRUST” લખાયેલું છે, તેમજ વર્ષ 1776-2026 કોતરાયેલ છે.
બીજી બાજુ, ટ્રમ્પની પેન્સિલવેનિયામાં હુમલાના પ્રયાસ બાદ ઉંચી કરેલી મુઠ્ઠીનો ફોટો છે, પાછળ અમેરિકન ધ્વજ સાથે. “FIGHT FIGHT FIGHT” શબ્દો પણ દર્શાવવામાં આવ્યા છે.
જો કે, અમેરિકન કાયદા મુજબ જીવંત રાષ્ટ્રપતિનો ફોટો સિક્કા પર મૂકવું પ્રતિબંધિત છે. અગાઉ ફક્ત એક જ વાર, 1926માં, રાષ્ટ્રપતિ કેલ્વિન કૂલીજના ફોટા સાથે સિક્કો બહાર પડ્યો હતો — જે એકમાત્ર અપવાદ હતો.
ટ્રેઝરર બ્રાન્ડન બીચેએ X (ટ્વિટર) પર લખ્યું: “આ નકલી સમાચાર નથી. આ પ્રથમ ડ્રાફ્ટ છે, જે સ્વતંત્રતાની વર્ષગાંઠ અને રાષ્ટ્રપતિનું સન્માન કરે છે.”