વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સન્માન ગણાતા નોબેલ પ્રાઈઝની જાહેરાત આવતા અઠવાડિયે કરવામાં આવશે. આ પ્રાઈઝ દવા, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને શાંતિ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ માટે આપવામાં આવે છે.
આ વખતે ખાસ ચર્ચા
આ વર્ષે ખાસ નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પ્રાઈઝ માટે નામાંકિત કર્યા છે. ટ્રમ્પને 2018થી ઘણી વખત શાંતિ પ્રાઈઝ માટે નામાંકિત કરવામાં આવ્યા છે, પરંતુ તેઓ ક્યારેય વિજેતા જાહેર થયા નથી.
જાહેરાતનો સમયપત્રક
સોમવાર, 6 ઑક્ટોબર: મેડિસિન
મંગળવાર, 7 ઑક્ટોબર: ફિઝિક્સ
બુધવાર, 8 ઑક્ટોબર: કેમિસ્ટ્રી
ગુરુવાર, 9 ઑક્ટોબર: સાહિત્ય
શુક્રવાર, 10 ઑક્ટોબર: નોબેલ શાંતિ પ્રાઈઝ
સોમવાર, 13 ઑક્ટોબર: ઈકોનોમિક્સ
આ પ્રાઈઝની સત્તાવાર જાહેરાત સ્ટોકહોમના કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ ખાતે કરવામાં આવશે.
ઈનામ અને માનસન્માન
પ્રતિ વિજેતા ટીમને આશરે $1.2 મિલિયન (લગભગ ₹10 કરોડ) નો ઈનામ આપવામાં આવશે. સાથે જ 18 કેરેટનો સોનાનો મેડલ અને ડિપ્લોમા પણ આપવામાં આવે છે. દરેક પ્રાઈઝ મહત્તમ ત્રણ લોકો વચ્ચે વહેંચી શકાય છે.
વિજેતાઓને ક્યારે પ્રાઈઝ મળશે?
જાહેરાત પછી નોબેલ વિજેતાઓને આ પ્રાઈઝ વિધિવત રીતે 10 ડિસેમ્બરે આપવામાં આવશે, જે નોબેલના અવસાનદિવસ સાથે જોડાયેલ છે.