સપ્ટેમ્બર મહિનામાં સોનાના ભાવમાં લગભગ 12% નો વધારો નોંધાયો છે. આ વર્ષે, સોનું લગભગ 40 વખત સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે. યુક્રેન યુદ્ધ પછીથી વિશ્વભરના દેશો ડોલર પરની નિર્ભરતા ઘટાડીને સોનાના ભંડારમાં વધારો કરી રહ્યા છે.
ભારતનું સ્થાન
ભારતીય ઘરોમાં અંદાજે 25,000 ટન સોનું છે.
RBI પાસે 880 ટન સોનાનો સંગ્રહ છે.
એટલે કે, ભારતમાં કુલ મળીને 25,880 ટન સોનું છે, જે દુનિયામાં સૌથી વધારે છે.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ, માત્ર ભારતીય મહિલાઓ પાસે જ વિશ્વના 11% સોનાના દાગીના છે.
અન્ય દેશો
ચીન (લોકો + બેંક) – 18,000 ટન
અમેરિકા – 12,700 ટન
જર્મની – 12,440 ટન
પરંતુ કેન્દ્રીય બેંકોના સત્તાવાર રિઝર્વમાં:
અમેરિકા – 8,133 ટન
જર્મની – 3,351 ટન
ઇટાલી – 2,452 ટન
ફ્રાન્સ – 2,437 ટન
રશિયા – 2,292 ટન
સ્વિટ્ઝર્લૅન્ડ – 1,040 ટન
જાપાન – 846 ટન
તુર્કી – 623 ટન
નેધરલેન્ડ – 612 ટન
પોલેન્ડ – 515 ટન
પાકિસ્તાનનું સ્થાન
પાકિસ્તાન આ યાદીમાં 49મા ક્રમે છે.
તેની સેન્ટ્રલ બેંક પાસે માત્ર 64.75 ટન સોનું છે.
રસપ્રદ તુલના
માત્ર ભારતીય NBFC કંપની મુથૂટ ફાઇનાન્સના સેફ ડિપોઝિટ બોક્સમાં 209 ટન સોનું છે,
જે પાકિસ્તાનના કુલ રિઝર્વ કરતા ત્રણ ગણું વધારે છે.આ આંકડો સિંગાપોરના રિઝર્વ (215 ટન) થી થોડો ઓછો છે.