US Truck Driver Visa : અમેરિકાએ તાત્કાલિક અસરથી કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરોને લેબર વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરાત 21 ઓગસ્ટ, 2025ના રોજ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો દ્વારા કરવામાં આવી હતી. આ નિર્ણય 12 ઓગસ્ટ, 2025ના રોજ ફ્લોરિડામાં થયેલા એક જીવલેણ અકસ્માત બાદ લેવામાં આવ્યો છે જેમાં એક ભારતીય ડ્રાઇવર હરજિંદર સિંહ સામેલ છે. એક વીડિયો અનુસાર, હરજિંદર દ્વારા લેવામાં આવેલા ગેરકાયદેસર યુ-ટર્નથી કારમાં સવાર ત્રણ લોકોનું મોત નીપજ્યા છે.
US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીનું નિવેદન
તેમણે કહ્યું કે, "ભારતનો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હરજિંદર સિંહએ ત્રણ નિર્દોષ લોકોની હત્યા કરી, જે અંગ્રેજી ભાષા પ્રાવીણ્ય મૂલ્યાંકનમાં નિષ્ફળ રહ્યો. સિંહે 12 મૌખિક પ્રશ્નોમાંથી ફક્ત 2 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા અને હાઇવે પરના 4 ટ્રાફિક સિગ્નલોમાંથી ફક્ત 1 ને યોગ્ય રીતે ઓળખી શક્યો. છતાં કેલિફોર્નિયાએ આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ, જે અંગ્રેજી બોલી શકતો નથી, તેને 18-વ્હીલર ચલાવવા માટે કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ આપ્યું"
ભારતીય ડ્રાઇવરો પર સંકટ?
ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરો યુએસ લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે. હાલમાં નવા વર્ક વિઝા જારી કરવામાં આવશે નહીં, જેના કારણે ભારતીય અરજદારોને વિલંબ થઈ શકે છે અથવા USમાં અસ્વીકાર થઈ શકે છે. પહેલાથી જ મંજૂર થયેલા વિઝા ધારકોની પણ ફરીથી તપાસ થઈ શકે છે. જેમની અરજીઓ પેન્ડિંગ છે તેમના માટે અનિશ્ચિતતા વધુ વધી ગઈ છે.