logo-img
Trump Tariffs Us Republican Party North Carolina Governer Nikki Haley Responds

અમેરિકન ગવર્નરનો ભારત પર 50% ટેરિફને લઈને વિરોધ : ચીનના પ્રભાવને સંતુલિત કરવા ભારત સાથે સંબંધો સુધારવા પડશે

અમેરિકન ગવર્નરનો ભારત પર 50% ટેરિફને લઈને વિરોધ
Published by: Offbeat Team
| Last Updated: Aug 21, 2025, 09:44 AM IST

ભારત પર 50% ટેરિફ લગાવવા પર અમેરિકન રાષ્ટ્રપતિ ગવર્નર નિક્કી હેલીએ વિરોધ કર્યો છે. રિપબ્લિકન પાર્ટીની સભ્યે એક લેખમાં તેમણે ભારત સાથે ટ્રમ્પ સરકારના વર્તનને રણનૈતિક આપત્તિ ગણાવી. તેમણે લખ્યું ભારતને મજબૂત, સ્વતંત્ર અને લોકતાંત્રિક બિઝનેસ પાર્ટનરની જેમ મહત્વ આપવું જોઈએ, ચીન જેવો દુશ્મન માનીને વ્યવહાર ન કરવો જોઈએ.

ભારત પર દબાણ કરવાનો લગાવ્યો આરોપ

નિક્કી હેલીએ લખ્યું કે ચીન પર રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, પરંતુ તેના પર અમેરિકન સરકાર કોઈ પ્રતિબંધ લગાવ્યા. તે પ્રતિબંધોથી બચી રહ્યું છે, જ્યારે ભારત પર ટેરિફ લગાવીને આર્થિક દબાણ નખવામાં આવી રહ્યું છે. જો આ અસમાનતા અમેરિકાને ભારત પર ટેરિફ લગાવવા પર ફરી વિચાર કરવા માટે મજબૂર નથી કરતી તો એશિયમાં ચીનના પ્રભાવને સંતુલિત કરવા માટેની જરૂરિયાતનો અહેસાસ કરાવશે. ભારત સાથે 25 વર્ષ જૂની ભાગીદારી ખરાબ કરવી રણનૈતિક ભૂલ હશે.

ભારત અને અમેરિકા બંનેને આપી સલાહ

નિક્કી હેલીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. થોડા જ સમયમાં ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાને પણ પાછળ છોડી દેશે અને ભારતનો આ વિકાસ ચીનને નારાજ કરી શકે છે, પરંતુ ચીન ભારત અને અમેરિકા વચ્ચેની તિરાડનો ફાયદો ઉઠાવી શકે છે. તેમને ભારતને અમેરિકા સાથે ટેરિફ મુદ્દાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવાની સલાહ આપી.

સાથે જ તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભારત સાથે બગડતા સંબંધો બંધ કરવા અને શક્ય તેટલી વહેલી તકે વડા પ્રધાન મોદી સાથે વાત કરવા વિનંતી કરી, નહીં તો બંને દેશોને નુકસાન સહન કરવું પડી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now