નવરાત્રિ એ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે, જે દરમિયાન નવ દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. લોકો ભારે ઉત્સાહ સાથે માતાના નવ સવરુપોની પૂજા કરતાં હોય છે. અને દરેક દિવસે અલગ અલગ દેવીઓની પૂજા કરવામાં આવે છે, આ દેવીઓના નામ તેમની પૂજાનું કારણ અને રીત વિશે વાત કરીશું.
1. પ્રથમ દિવસ: માતા શૈલપુત્રી
દેવી શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી છે. તેમનું નામ "શૈલ" (પર્વત) અને "પુત્રી" (દીકરી) પરથી પડ્યું છે. આ દિવસે શાંતિ, શક્તિ અને શુદ્ધતા માટે પૂજા કરવામાં આવે છે.
વાહન: નંદી (બળદ)
રંગ: લાલ અથવા સફેદ
2. બીજો દિવસ: માતા બ્રહ્મચારિણી
આ દેવી તપ અને સંયમનું પ્રતીક છે. તેમની પૂજા ભક્તોને આધ્યાત્મિક શક્તિ આપે છે. જ્ઞાન અને મનની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે.
વાહન: પગપાળા
રંગ: નીલો
3. ત્રીજો દિવસ: માતા ચંદ્રઘંટા
આ દેવીના મસ્તક પર ઘંટ આકારનું ચંદ્ર હોવાથી તેમનું નામ ચંદ્રઘંટા છે. તેઓ શાંતિ અને શક્તિનું પ્રતીક છે. શૌર્ય અને નિર્ભયતા માટે પૂજા કરવામાં આવે છે.
વાહન: સિંહ
રંગ: પીળો
4. ચોથો દિવસ: માતા કુષ્માંડા
એવું માનવામાં આવે છે કે તેમણે પોતાની હાસ્યથી બ્રહ્માંડની રચના કરી, તેમની પૂજા આરોગ્ય અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે.
વાહન: સિંહ
રંગ: નારંગી.
5. પાંચમો દિવસ: માતા સ્કંદમાતા
ભગવાન કાર્તિકેય (સ્કંદ)ની માતા. તેઓ દયા અને મમતાનું સ્વરૂપ છે. સંતાન પ્રાપ્તિ અને સુખ-શાંતિ માટે પૂજા કરવામાં આવે છે.
વાહન: સિંહ
રંગ: સફેદ
6. છઠ્ઠો દિવસ: માતા કાત્યાયની
કાત્યાયની દેવીની પૂજા એટલા માટે થાય છે કે આ દેવીનું યોદ્ધા સ્વરૂપ, જે અનિષ્ટનો નાશ કરે છે. શક્તિ અને વિજય અપાવે છે.
વાહન: સિંહ
રંગ: લાલ
7. સાતમો દિવસ: માતા કાલરાત્રિ
આ દેવીનું ભયંકર પરંતુ રક્ષણ આપનારું સ્વરૂપ. તેઓ દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે. ભય અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ માટે તેમની પૂજા કરવામાં આવે છે.
વાહન: ગધેડો
રંગ: ઘેરો નીલો
8. આઠમો દિવસ: માતા મહાગૌરી
શાંત અને શુદ્ધ સ્વરૂપ, જે શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક છે. શાંતિ અને સુખ માટે તેમની પૂજા અર્ચના થાય છે.
વાહન: નંદી (બળદ)
રંગ: ગુલાબી
9. નવમો દિવસ: માતા સિદ્ધિદાત્રી
આ દેવી નવ સિદ્ધિઓ (આધ્યાત્મિક શક્તિઓ) આપે છે. તેમજ આધ્યાત્મિક ઉન્નતિ અને સફળતા માટે તેમની પૂજા કરવી જોઈએ.
વાહન: કમળ
રંગ: જાંબલી
દરેક દિવસે દેવીની આરતી, ચાલીસા અને ખાસ મંત્રોનો જાપ કરવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ગરબા અને ડાંડિયાનું આયોજન પણ થાય છે, જે દેવીની ભક્તિનો એક ભાગ છે.