શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2025ના રોજ ચંદ્ર સિંહ રાશિમાં અને અશ્લેષા નક્ષત્રમાં ગતિ કરી રહ્યો છે. પંચાંગ મુજબ આજનો દિવસ કૃષ્ણ પક્ષ ત્રયોદશી છે. પિતૃ પક્ષ સાથે સંકળાયેલો આ દિવસ અહંકાર, સંબંધો અને નાણાકીય બાબતોમાં પરિક્ષા લાવી શકે છે.
જ્યોતિષીઓના મતે મેષ, કર્ક અને મકર જાતકોને અચાનક આંચકો આવી શકે છે, જ્યારે તુલા, મિથુન અને કુંભ જાતકોને અણધાર્યો લાભ મળી શકે છે.
મેષ – પ્રેમ અને સંતાન વિષયક ચિંતા
મેષ જાતકોને પ્રેમ જીવનમાં તણાવ રહેશે. સંતાન સંબંધિત સમસ્યા અને રોકાણમાં નુકસાન શક્ય છે.
વૃષભ – ઘરેલુ વિવાદ અને મિલકતના પ્રશ્નો
વૃષભ જાતકોને ઘરેલુ વાતાવરણમાં તણાવ રહેશે. મિલકત સંબંધિત વિવાદ વધી શકે છે. માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી.
મિથુન – ભાઈ-બહેનો સાથે મતભેદ
મિથુન જાતકોને ભાઈ-બહેનો સાથે મતભેદ થઈ શકે છે. મુસાફરીમાં અવરોધ આવશે. કાર્યક્ષેત્રમાં કાવતરું શક્ય.
કર્ક – નાણાકીય ઝગડા અને પરિવાર તણાવ
કર્ક જાતકોને નાણાકીય બાબતમાં ઝગડા થઈ શકે છે. પરિવારજનો સાથે તકરાર થશે. ખાવાપીવામાં બેદરકારી સ્વાસ્થ્ય પર અસર કરશે.
સિંહ – અહંકારથી નુકસાન
સિંહ જાતકો માટે અહંકાર અને ગુસ્સો નુકસાનકારક રહેશે. બોસ અથવા સિનિયર્સ સાથે અથડામણ શક્ય.
કન્યા – ખર્ચા વધશે
કન્યા જાતકોના ખર્ચામાં વધારો થશે. કાનૂની મામલામાં ગૂંચવણ ઊભી થશે. ઊંઘમાં ખલેલ રહેશે.
તુલા – અણધાર્યો લાભ
તુલા જાતકોને નવા સ્ત્રોતથી લાભ થશે. પરંતુ મિત્ર અથવા સહકર્મચારી તરફથી વિશ્વાસઘાત શક્ય.
વૃશ્ચિક – કારકિર્દી પર દબાણ
વૃશ્ચિક જાતકોને કારકિર્દીમાં અવરોધ આવશે. પિતા અથવા સિનિયર્સ સાથે મતભેદ થઈ શકે છે.
ધનુ – ભાગ્ય નબળું
ધનુ જાતકોને શિક્ષણ અને પ્રવાસમાં વિલંબ થશે. મોટા લોકો સાથે ઝગડા થઈ શકે છે.
મકર – અચાનક મુશ્કેલી
મકર જાતકોને અકસ્માત કે અચાનક કાનૂની મુશ્કેલી આવી શકે છે. ગુપ્ત શત્રુ પ્રતિષ્ઠા પર અસર કરી શકે છે.
કુંભ – સંબંધોમાં તણાવ
કુંભ જાતકોને વૈવાહિક અને પ્રેમ સંબંધમાં તણાવ રહેશે. બિઝનેસ પાર્ટનરશીપમાં દગો શક્ય.
મીન – સ્વાસ્થ્ય નબળું
મીન જાતકોને દુશ્મનો પર વિજય મળશે, પણ પાચન સમસ્યાઓ વધી શકે છે. પ્રેમ જીવનમાં દૂરાવ રહેશે.
આજનું પંચાંગ
તિથી: કૃષ્ણ પક્ષ ત્રયોદશી
વાર: શુક્રવાર
નક્ષત્ર: અશ્લેષા (સવાર 6:32 સુધી), પછી મઘા
યોગ: સિદ્ધ (સવાર 9:59 સુધી), પછી વ્યાતિપાત
કરણ: ગર, વણીજ, વિષ્ઠી
ચંદ્ર: સિંહ
સૂર્ય: કન્યા