Home National Tamil Nadu Politics Vijay Tvk Fake Support Letter Allegation Dinakaran Complaint

શપથ ગ્રહણ પહેલા જ સાઉથ સુપરસ્ટાર વિજયની મુશ્કેલી વધી : TVK પર લાગ્યો ફેક લેટરનો આરોપ, દિનાકરને નોંધાવી પોલીસ ફરિયાદ

Thalapathy Vijay, TVK Party
Published by: Nirali Gohil
Last Updated: May 09, 2026, 03:42 AM IST

Thalapathy Vijay: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો છે. સાઉથના સુપરસ્ટાર વિજયની પાર્ટી 'તમિલગ વેટ્ટ્રી કઝગમ' (TVK) એ 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા બાદ સરકાર રચવાની કવાયત તેજ કરી છે. જોકે, સત્તાના સિંહાસન પર બેસતા પહેલા જ વિજય માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. ટીટીવી દિનાકરને (TTV Dhinakaran) વિજયની પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે દિનાકરને દાવો કર્યો કે વિજયની પાર્ટીએ બહુમત સાબિત કરવા માટે તેમના પક્ષના એકમાત્ર ધારાસભ્યનું નકલી સમર્થન પત્ર રાજ્યપાલને સોંપ્યું છે. આ મામલો હવે માત્ર નિવેદનો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ પોલીસ સ્ટેશન અને રાજભવન સુધી પહોંચી ગયો છે. એક તરફ વિજય સરકાર બનાવવા માટે સમર્થન એકઠું કરી રહ્યા છે, તો બીજી તરફ વિરોધી પક્ષો 'જાલસાજી'ના આક્ષેપો કરીને તેમની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.

આ 5 ફિલ્મ એક્ટર્સે CM બન્યા પછી અભિનય છોડ્યો: થલાપતિ વિજય મુખ્યમંત્રી બનશે તો ઈતિહાસનું થશે પુનરાવર્તન!

દિનાકરનનો ગંભીર આરોપ: 'TVK એ નકલી પત્ર રજૂ કર્યો'

ટીટીવી દિનાકરને આરોપ લગાવ્યો છે કે, ટીવીકે (TVK) એ તેમના પક્ષના એકમાત્ર ધારાસભ્ય એસ. કામરાજના સમર્થનનો એક નકલી પત્ર રાજ્યપાલને સોંપ્યો છે. દિનાકરને આ મામલે ચેન્નાઈના ગુંડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને તેને મોટી છેતરપિંડી ગણાવી છે. તેમણે દાવો કર્યો હતો કે, તેમના ધારાસભ્ય કામરાજ છેલ્લા કેટલાક સમયથી ગાયબ હતા અને ટીવીકે દ્વારા તેમને લલચાવવાનો કે દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દેશના ધનિકોનું સૌથી મોટું ઠેકાણું બન્યું આ શહેર: નામ જાણીને ચોંકી જશો

રાજભવનમાં હાઈવોલ્ટેજ ડ્રામા: ધારાસભ્ય કોની સાથે?

રાજકીય ખેંચતાણ વચ્ચે મોડી રાત્રે દિનાકરન પોતે ધારાસભ્ય કામરાજને સાથે લઈને રાજભવન પહોંચ્યા હતા. ત્યાં તેમણે રાજ્યપાલને અસલી સમર્થન પત્ર બતાવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આ પત્રમાં કામરાજે એઆઈએડીએમકે (AIADMK) ને ટેકો જાહેર કર્યો છે. આ ઘટનાક્રમ બાદ વિજયની પાર્ટીની રણનીતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

ભારતમાં સ્પામ કોલ્સનો વિસ્ફોટ!: KYC, લોન અને બેંક ઓફરના નામે વધી રહ્યા છે ફ્રોડ કોલ્સ, નવી રિપોર્ટથી ચોંકાવનારો ખુલાસો

TVK એ વીડિયો જાહેર કરી પલટવાર કર્યો

બીજી તરફ, સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK એ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. પાર્ટીએ પુરાવા તરીકે ધારાસભ્ય એસ. કામરાજનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં કામરાજ પોતે વિજયને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે અને એવો પણ દાવો કરી રહ્યા છે કે આ નિર્ણય દિનાકરનની સંમતિથી જ લેવામાં આવ્યો હતો. ટીવીકેએ સ્પષ્ટતા કરી છે કે તેમને સરકાર બનાવવા માટે કોઈ અનૈતિક નેગોશિયેશનની જરૂર નથી.

મહુઆ મોઈત્રાને જોઈ ફ્લાઈટમાં સૂત્રોચ્ચાર: વિમાનમાં સૂત્રોચ્ચાર, કેટલો ગંભીર ગુનો?

પોલીસ તપાસ અને રાજકીય અનિશ્ચિતતા

હાલમાં આ મામલો ગૂંચવાયેલો છે. એક તરફ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને બીજી તરફ વીડિયો પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં કયો પત્ર સાચો સાબિત થાય છે. જો ફેક લેટરનો આક્ષેપ સાચો ઠરશે તો શપથ ગ્રહણ પહેલા જ વિજયની છબીને મોટો ફટકો પડી શકે છે. તમિલનાડુની જનતા હવે રાજ્યપાલના આગામી નિર્ણય પર નજર રાખી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now