Home National Suvendu Adhikari Net Worth Family West Bengal New Cm

ભાજપ જેને સોંપી રહ્યું છે બંગાળની કમાન, જાણો કેટલી છે તેમની સંપત્તિ : સુવેન્દુ અધિકારીની ગાડીઓ અને કુલ મિલકતનો આંકડો જાણીને ચોંકી જશો

Narendra Modi and Suvendu Adhikari
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: May 08, 2026, 02:35 PM IST

Suvendu Adhikari Details : પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટું પરિવર્તન આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં મેળવેલી પ્રચંડ જીત બાદ, પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીના નામ પર મહોર લગાવી દીધી છે. 55 વર્ષીય સુવેન્દુ અધિકારી લાંબા સમયથી બંગાળમાં ભાજપનો સૌથી મોટો અને લોકપ્રિય ચેહરો રહ્યા છે. તેમણે પશ્ચિમ બંગાળના રાજકારણમાં મમતા બેનર્જીને સતત બે વાર હરાવીને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. આજે જ્યારે તેઓ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે દેશભરના લોકો તેમની જીવનશૈલી, પરિવાર અને મિલકત વિશે જાણવા આતુર છે.

કરોડપતિ પણ નથી નવા મુખ્યમંત્રી

સુવેન્દુ અધિકારીની આર્થિક સ્થિતિ વિશે જાણીને ઘણાને આશ્ચર્ય થશે. ચૂંટણી પંચને સુપરત કરવામાં આવેલા સત્તાવાર સોગંદનામા મુજબ, બંગાળના આ નવા મુખ્યમંત્રી કરોડપતિ પણ નથી. પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ મેળવનાર સુવેન્દુ અધિકારીની કુલ નેટ વર્થ આશરે ₹85.87 લાખ જેટલી જ છે. રાજકારણમાં આટલા મોટા પદ પર હોવા છતાં, તેમના નામે કોઈ પણ પ્રકારનું દેવું કે લોન નથી. આ આંકડાઓ તેમની પારદર્શક અને સાદગીભરી છબીને લોકો સમક્ષ રજૂ કરે છે.

બેંક ડિપોઝિટ અને બચતની વિગત

સુવેન્દુ અધિકારીની રોકડ અને બેંક બચત વિશે વાત કરીએ તો, તેમની પાસે અંગત ઉપયોગ માટે માત્ર ₹12,000 રોકડા છે. તેમણે PNB, SBI અને IDBI જેવી પ્રતિષ્ઠિત બેંકોમાં પોતાના ખાતા ધરાવે છે, જેમાં કુલ મળીને આશરે ₹7 લાખની રકમ જમા છે. આ ઉપરાંત, તેમણે ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વિવિધ સરકારી સ્કીમમાં રોકાણ કર્યું છે. જેમાં પોસ્ટલ સેવિંગ્સમાં ₹60,000, કિસાન વિકાસ પત્રમાં ₹2.60 લાખ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) માં ₹5 લાખનું રોકાણ સામેલ છે. શેરબજાર અને બોન્ડ્સમાં તેમણે માત્ર ₹14,000 જેટલું ખૂબ જ ઓછું રોકાણ કર્યું છે.

આ પણ ખાસ વાંચો : "મમતા દીદી દિલ્હીથી લડે, 17 કરોડ મુસ્લિમો તેમની સાથે છે" : બંગાળના રાજકારણમાં બાંગ્લાદેશની એન્ટ્રી! નાહિદ ઈસ્લામનું ભડકાઉ નિવેદન

ગાડી કે સોનું નથી તેમની પાસે

આજના સમયમાં જ્યારે સામાન્ય લોકો પણ લક્ઝરી કાર અને ઘરેણાં પાછળ ખર્ચ કરતાં હોય છે, ત્યારે સુવેન્દુ અધિકારી પાસે પોતાની કોઈ અંગત કાર કે બાઇક નથી. તેઓ મુસાફરી માટે પક્ષ અથવા સરકારી વ્યવસ્થાનો ઉપયોગ કરે છે પરંતુ પોતાની માલિકીનું કોઈ વાહન ધરાવતા નથી. એટલું જ નહીં, તેમની પાસે સોના કે ચાંદીના કોઈ પણ ઘરેણાં નથી. તેમના નામે કુલ છ LIC પોલિસીઓ છે, જેમાં એક પોલિસીમાં ₹6 લાખ અને બાકીની પાંચ પોલિસીમાં મળીને કુલ ₹7 લાખનું રોકાણ કરવામાં આવ્યું છે. આ વિગતો તેમની જરૂરિયાત મુજબની જીવનશૈલીનો પુરાવો આપે છે.

આ પણ ખાસ વાંચો : કોંગ્રેસ,TMC સાથે બગાવત બાદ હવે BJPનાં બન્યા ‘બાજીગર’ : 6 વર્ષમાં કેવી રીતે ઊભા થયાં સુવેન્દુ અધિકારી?

સ્થાવર મિલકત અને રહેઠાણ

સુવેન્દુ અધિકારી પાસે રહેલી જમીન અને મકાનની વિગતો પણ સોગંદનામામાં આપવામાં આવી છે. તેમની પાસે આશરે ₹9 લાખની ખેતીલાયક જમીન છે અને અંદાજે ₹27 લાખની કિંમતના બિન-ખેતીલાયક પ્લોટ છે. રહેણાંક મિલકતની વાત કરીએ તો, તેમના નામે કુલ ત્રણ ઘર અથવા ફ્લેટ નોંધાયેલા છે, જેની બજાર કિંમત ચૂંટણી સમયે ₹24.75 લાખની આસપાસ દર્શાવવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, તેમની પાસે કોઈ પણ પ્રકારની વ્યાપારી ઇમારત કે કોમર્શિયલ પ્રોપર્ટી નથી.

આ પણ ખાસ વાંચો : દીદીને તેમના ઘરમાં જ સુવેન્દુ દાએ હરાવ્યા: અમિત શાહ : ભાજપે સુવેન્દુ અધિકારીને સોંપ્યું બંગાળનું સુકાન, જાણો શાહે બીજું શું કહ્યું

રાજકીય પરિવારનો મજબૂત વારસો

સુવેન્દુ અધિકારી એક પ્રભાવશાળી રાજકીય પરિવારમાંથી આવે છે. તેઓ પોતે અપરિણીત છે અને તેમનું સંપૂર્ણ ધ્યાન જનસેવામાં છે. તેમના પિતા શિશિર અધિકારી રાજકારણના જૂના જોગી છે અને ત્રણ વખત સાંસદ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમના ભાઈ સૌમેન્દુ અધિકારી પણ ભાજપમાં સક્રિય છે, જ્યારે બીજા ભાઈ દિવ્યેન્દુ અધિકારી પણ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં સાંસદ તરીકે રહી ચૂક્યા છે. આમ, આખો પરિવાર બંગાળના જાહેર જીવનમાં દાયકાઓથી સક્રિય છે, જેનો લાભ હવે ભાજપને રાજ્યના શાસનમાં મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now