Home Gujarat Surendranagar Case Accused Arrest

સુરેન્દ્રનગરમાં મિત્રતાની આડમાં શોષણ! : ધમકીઓથી યુવતી પર ત્રાસ આપતા 'રાવણ' ની ધરપકડ

સુરેન્દ્રનગરમાં ઝડપાયેલા રાવણના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 09, 2026, 09:33 AM IST

સુરેન્દ્રનગર શહેરમાં યુવતી સાથે મિત્રતા કેળવીને બાદમાં દુષ્કર્મ આચરનાર યુવકને પોલીસે ઝડપી પાડતા ગંભીર ગુનાનો પર્દાફાશ થયો છે. આ કેસમાં આરોપી તરીકે હર્ષવર્ધનસિંહ ચૌહાણ (ઉર્ફે રાવણ)નું નામ સામે આવ્યું છે, જેને જોરાવરનગર પોલીસે ઝડપીને જેલ હવાલે કર્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, રતનપર વિસ્તારમાં રહેતી યુવતી ચોકલેટનો વ્યવસાય કરતી હતી ત્યારે આરોપીએ મોટા ઓર્ડરના બહાને સંપર્ક સાધ્યો હતો. આ સંપર્ક બાદ બંને વચ્ચે ઓળખાણ વધતી ગઈ અને આરોપી વારંવાર મેસેજ અને ફોન દ્વારા વાતચીત કરતો રહ્યો. બાદમાં યુવતીને ફરવા જવા માટે મનાવીને આરોપીએ ખમીશણા નજીક ઇકો કારમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
રાજકોટમાં ભરતી કૌભાંડનો ધડાકો: પરીક્ષા પહેલા જ ક્લાર્કનું નામ નક્કી હતું? યુવરાજસિંહના સનસનીખેજ આક્ષેપ

ધમકીઓ આપી રાખી ચૂપ

યુવતીના નિવેદન મુજબ, ઘટનાની જાણ કોઈને ન કરવા માટે આરોપીએ તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની તેમજ ફોટા-વિડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. સાથે જ યુવતીની સગાઈ તોડાવી નાખવાની ધમકી આપીને સતત દબાણ બનાવવામાં આવતું હતું.

આ ધમકીઓથી કંટાળી યુવતીએ અંતે હિંમત કરીને જોરાવરનગર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી. મામલો ગંભીર હોવાનું ધ્યાનમાં લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.
જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસીય પ્રવાસ: રાત્રિ રોકાણ સાથે વિશેષ કાર્યક્રમોની તૈયારી

પોલીસની ઝડપી કાર્યવાહી

આ કેસમાં કરનકુમાર તન્નાના માર્ગદર્શન હેઠળ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે અને સિક્યોરિટી તથા બોડીગાર્ડ તરીકે પણ કામ કરતો હતો.

આરોપીનો શહેરના કેટલાક પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક હોવાને કારણે પોલીસએ વધુ સતર્કતા દાખવી ઝડપી કામગીરી હાથ ધરી હતી. ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લઈ હવાલાતમાં રાખવામાં આવ્યો છે અને તેની આકરી પૂછપરછ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now