Home Gujarat Surat Surat Pandesara Newborn Baby Found Abandoned

દિલ ચીરી નાખે તેવી ઘટના! સુરતના પાંડેસરામાં માનવતા શરમાઈ : રસ્તા પાસે રડતી હાલતમાં મળી નવજાત બાળકી

Surat News
Published by: Viral Patel
Last Updated: May 22, 2026, 12:30 PM IST

Surat News: ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી ફરી એકવાર કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક નવજાત બાળકીને રસ્તા પર તરછોડી દેવાતા ચકચાર મચી ગઈ છે. લોહીના સંબંધોને કલંકિત કરતી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને અરેરાટી જોવા મળી રહી છે.

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકના માતા-પિતાનો ઘટસ્ફોટ: "પોલીસના ડરથી રાતે ઊંઘ નથી આવતી", બીજું જે કહ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો

સફાઈકર્મી મહિલાની સતર્કતાથી બાળકીનો જીવ બચ્યો

મળતી માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારમાં આવેલા મિલન પોઇન્ટ પાસે એક હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં આશરે 20 થી 25 દિવસની એક માસૂમ નવજાત બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. સવારના સમયે જ્યારે એક મહિલા સફાઈકર્મી ત્યાં સફાઈ કામગીરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની નજર આ રડતી બાળકી પર પડી હતી. માસૂમનો અવાજ સાંભળીને સફાઈકર્મીએ તુરંત જ આસપાસના સ્થાનિક લોકોને એકઠા કર્યા હતા.

સુરત ઇકોસેલ પોલીસે કરોડોના રિસોર્ટ કૌભાંડનો કર્યો પર્દાફાશ : એક જ પરિવારના ૩ સભ્યોને દબોચ્યા!

108 મારફતે બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાઈ

ભીની આંખો અને ભૂખથી વ્યાકુળ બનેલી આ બાળકીને જોઈને સ્થાનિક લોકો પણ ભાવુક થઈ ગયા હતા. લોકોએ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીને પ્રાથમિક સારવાર આપી સુરક્ષિત રીતે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. હાલ હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીની યોગ્ય દેખરેખ રાખવામાં આવી રહી છે.

CCTV ન હોય તેવી જગ્યા પસંદ કરી ગુનાને અંજામ આપ્યો

સ્થાનિક લોકોના અનુમાન મુજબ, બાળકીને ત્યજી દેનાર શખ્સ ખૂબ જ શાતિર હતો. તેણે પકડાઈ જવાનો ડર હોવાથી આસપાસ કોઈ CCTV કેમેરા ન હોય તેવી અવાવરૂ અથવા અંધારાવાળી જગ્યા પસંદ કરી હતી અને બાળકીને ત્યાં મૂકીને ફરાર થઈ ગયો હતો. કળિયુગની આ ક્રૂરતા જોઈને લોકો કહી રહ્યા છે કે, "કઈ મજબૂરી કે કેવી પાષાણ હૃદયની માતા હશે જેણે પોતાના કાળજાના ટુકડાને આ રીતે રસ્તા પર મરવા માટે છોડી દીધો!"

અમદાવાદનાં SG હાઈવે પર લાગેલી આગ કલાકોની જહેમત બાદ આવી કાબૂમાં : 50 લોકોનું કરાયું રેસ્ક્યુ

પાંડેસરા પોલીસ એક્શનમાં: આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા

આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પાંડેસરા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસની વિગત

બાળકીને તરછોડી જનાર નિર્દિષ્ટ માતા-પિતા કે સબંધીઓને શોધી કાઢવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. આસપાસના મુખ્ય રસ્તાઓ પર લાગેલા CCTV ફૂટેજ તેમજ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ આ પાપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે તેવો વિશ્વાસ પોલીસે વ્યક્ત કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now