Home Gujarat Surat Surat Roccia Hill Resort Fraud Case 3 Accused Arrested

સુરત ઇકોસેલ પોલીસે કરોડોના રિસોર્ટ કૌભાંડનો કર્યો પર્દાફાશ : એક જ પરિવારના ૩ સભ્યોને દબોચ્યા!

Surat News
Published by: Viral Patel
Last Updated: May 22, 2026, 12:11 PM IST

Surat News: આર્થિક ગુના નિવારણ શાખા (ઇકોસેલ) પોલીસે સુરતમાં કરોડો રૂપિયાનું આયોજિત કૌભાંડ આચરનારા નટવરલાલ સામે લાલ આંખ કરી છે. ‘રોશિયા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક’ (ROCCIA HILL RESORT & ADVENTURE PARK) ના નામે રોકાણકારો સાથે રૂ. ૧૨,૬૩,૧૯,૦૦૦ (બાર કરોડ, ત્રેસઠ લાખ, ઓગણીસ હજાર) ની માતબર રકમની છેતરપિંડી આચરનાર એક જ પરિવારના ત્રણ સભ્યોની પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

પિતા, પુત્ર અને પત્નીએ મળીને રચ્યું કૌભાંડ

ઇકોસેલ પોલીસના હાથે ઝડપાયેલા આ ભેજાબાજ આરોપીઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે. ખુશમનભાઈ રેવાશંકરભાઈ પટેલ (પિતા), પુનિતાબેન ખુશમનભાઈ પટેલ (માતા/પત્ની) અને સ્મીત ખુશમનભાઈ પટેલ (પુત્ર). આ ત્રણેય જણાએ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું અને લોકોની પરસેવાની કમાણી પર તરાપ મારી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

અમદાવાદમાં નકલી PSI બની મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર યુવક ઝડપાયો : AIથી બનાવતો હતો ફેક દસ્તાવેજો

આ રીતે લોકોને લીધા વિશ્વાસમાં (મોડસ ઓપરેન્ડી)

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપીઓએ મહારાષ્ટ્રના લક્કડકોટ ખાતે આવેલી જમીન પર "ROCCIA HILL RESORT & ADVENTURE PARK" તેમજ "જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ" નામનો એક મોટો પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કર્યું હતું. આ આકર્ષક પ્રોજેક્ટ બતાવીને તેમણે ફરિયાદી અને અન્ય ભાગીદારોને ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.

નફો આપવાનું બંધ કરી નામ બદલી નાખ્યું

શરૂઆતના તબક્કામાં રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ અમુક સમય સુધી નિયમિત નફો ચૂકવ્યો હતો. પરંતુ, ત્યાર બાદ અસલી ખેલ શરૂ થયો હતો. આરોપીઓએ ભાગીદારોને ચૂકવવાનો થતો રૂ. 5,50,00,000 (સાડા પાંચ કરોડ) નો નફો ચૂકવ્યો ન હતો. એટલું જ નહીં, ફરિયાદી અને અન્ય ભાગીદારોને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા પણ બંધ કરી દીધા હતા. ત્યારબાદ આ કપટી પરિવારે રિસોર્ટ-રેસ્ટોરન્ટનું નામ બદલીને "હોટલ ગ્રાન્ડ કાર્નિવલ પરમીટ રૂમ એન્ડ બીયર બાર" કરી નાખ્યું હતું અને મૂળ રોકાણકારોને દગો આપ્યો હતો.

ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOM સ્થાપાશે : વીજ ગ્રીડ વધુ મજબૂત બનશે

આમ, આરોપીઓ ફરિયાદી તથા અન્ય ભાગીદારોનું મૂળ રોકાણ અને નફાની રકમ મળીને કુ રૂ. ૧૨,૬૩,૧૯,૦૦૦ આબેહૂબ ચાઉં કરી ગયા હતા.

સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ, અન્ય સાગરીતોની શોધખોળ શરૂ

આ કરોડોની છેતરપિંડી અંગે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની તપાસ ઇકોસેલ પોલીસ ચલાવી રહી છે. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ આખા કૌભાંડ અને કાવતરામાં પટેલ પરિવાર ઉપરાંત અન્ય બે શખ્સો ભરત બાબુરાવ ગાવીત અને યશવંત બાબુરાવ શિરસાઠ પણ સક્રિય રીતે સામેલ હતા. હાલમાં પોલીસે મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કાવતરામાં સામેલ અન્ય સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now