Home National Silvassa Nitrogen Gas Warehouse Blast Three Dead Dadra Nagar Haveli

સેલવાસમાં મોટી દુર્ઘટના : સ્કૂલથી 30 મીટર દૂર ગોડાઉનમાં બ્લાસ્ટ, 3 ના મોત

તૂટેલું ગોડાઉન બતાવતું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Apr 04, 2026, 07:08 AM IST

સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ વિસ્તારમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સેલવાસમાં ડેમ નજીક આવેલ નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં અચાનક બ્લાસ્ટ થતા ત્રણ કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જી દીધો છે.

સ્કૂલથી માત્ર 30 મીટર દૂર બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ, આ ગોડાઉન એક સ્કૂલથી માત્ર 30 મીટરના અંતરે આવેલું હતું, જેના કારણે ઘટનાની ગંભીરતા વધુ વધી છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં પણ તેની અસર અનુભવાઈ હતી. સદનસીબે, સ્કૂલમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ નજીકમાં ગોડાઉન હોવાના કારણે સુરક્ષા મુદ્દે પ્રશ્નો ઉભા થયા છે.

ઘટનાની જાણ થતાં જ દાદરા અને નગર હવેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: નસવાડીમાં આગનું ખૌફનાક સ્વરૂપ : 15 દિવસમાં ચોથીવાર જંગલ સળગ્યું, હજારો વૃક્ષો અને વન્યજીવો હોમાયા

હાલમાં બ્લાસ્ટના ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ ગેસ સંગ્રહ અને સલામતીના નિયમોમાં ખામી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે પણ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારો નજીક આવી જોખમી એકમો હોવા અંગે લોકોમાં ચિંતા વધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now