Home Gujarat Sabar Dairy Milk Procurement Price Hike June 2026

પશુપાલકો આનંદો; સાબરડેરીએ દૂધના ભાવ વધાર્યા : જાણો પ્રતિ કિલો ફેટ દીઠ કેટલો થશે ફાયદો

દૂધ અને સાબરડેરીનો લોગો
Published by: Chintan Chavda
Last Updated: May 29, 2026, 12:41 PM IST

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકો અને પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સાબરડેરીએ દૂધ ખરીદીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા નિર્ણય મુજબ આગામી 1 જૂનથી પ્રતિ કિલો ફેટ દીઠ રૂ.15નો વધારો અમલમાં આવશે.

હાલ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના રૂ.850 ચૂકવવામાં આવે છે, જે હવે વધીને રૂ.865 થશે. ડેરીના આ નિર્ણયથી બંને જિલ્લાઓના પશુપાલકોને સીધો આર્થિક લાભ મળશે.

સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકોને મળશે લાભ

સાબરડેરીના નિર્ણયનો લાભ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજે 3.5 લાખથી વધુ નાના-મોટા પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને મળશે. છેલ્લા કેટલાક સમયથી પશુઆહાર, દવાઓ અને પશુપાલન સંબંધિત ખર્ચમાં સતત વધારો થતાં પશુપાલકો પર આર્થિક ભારણ વધી રહ્યું હતું.

આ સંજોગોમાં દૂધના ખરીદી ભાવમાં વધારો પશુપાલકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. દૂધ ઉત્પાદકોનું માનવું છે કે વધતા ખર્ચ સામે આ નિર્ણય તેમને થોડી રાહત આપશે અને પશુપાલન વ્યવસાયને વધુ ટકાઉ બનાવવામાં મદદરૂપ થશે.
આવશે. આ નિવેદન બાદ સરહદ સુરક્ષા સાથે જોડાયેલા વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો: 'સ્વેચ્છાએ જશો તો બચી જશો, બાકી કાર્યવાહી નક્કી!' : ઘૂસણખોરો માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયનું 'અલ્ટીમેટમ'

આર્થિક સશક્તિકરણના હેતુથી નિર્ણય

સાબરડેરી નિયામક મંડળે જણાવ્યું છે કે પશુપાલકોને વધુ યોગ્ય વળતર મળે, તેમની આવકમાં વધારો થાય અને પશુપાલન વ્યવસાય વધુ પોષણક્ષમ બને તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ડેરી તંત્રના જણાવ્યા મુજબ, દૂધ ખરીદીના ભાવમાં થયેલા વધારાને કારણે દર મહિને પશુપાલકોને અંદાજે રૂ.10 કરોડથી વધુની વધારાની ચૂકવણી કરવામાં આવશે. જેના કારણે ગ્રામ્ય અર્થતંત્રને પણ વેગ મળશે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ : 30 મે થી 4 જૂન સુધી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

બોનસ મુદ્દે પણ સકારાત્મક સંકેત

દૂધના ભાવમાં વધારો જાહેર થયા બાદ હવે પશુપાલકોની નજર ભાવફેર (બોનસ)ની ચૂકવણી પર છે. પશુપાલકો દ્વારા આગામી 30 જૂન પહેલાં બોનસ ચૂકવવાની માંગ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, સાબરડેરી તંત્રે આ રજૂઆતને ધ્યાનમાં લીધી છે અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ ભાવફેર ચૂકવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. જોકે, બોનસની અંતિમ રકમ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં FABEXA-11 એક્ઝિબિશનનો પ્રારંભ : જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી

પશુપાલકોમાં ખુશીની લાગણી

દૂધના ભાવમાં વધારો જાહેર થતાં જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. પશુપાલકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ખર્ચમાં વધારો થતો હોવાથી દૂધના ખરીદી ભાવમાં વધારાની જરૂરિયાત અનુભવાઈ રહી હતી.

તેમના મતે, સાબરડેરીનો આ નિર્ણય માત્ર આવક વધારશે નહીં પરંતુ પશુપાલન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં પણ મદદ કરશે. આગામી દિવસોમાં બોનસની જાહેરાત પણ અનુકૂળ રહેશે તેવી આશા પશુપાલકો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગીરમાં બાળસિંહોના શંકાસ્પદ મોત બાદ વન વિભાગ એલર્ટ : 'ડીટીકિંગ' કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

ગ્રામ્ય અર્થતંત્રને મળશે પ્રોત્સાહન

ઉત્તર ગુજરાતમાં પશુપાલન લાખો પરિવારોની આવકનું મુખ્ય સાધન છે. દૂધ ખરીદીના ભાવમાં વધારો થતાં ગામડાંના અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધશે અને પશુપાલકોની ખરીદ શક્તિમાં પણ વધારો થવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now