અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા હજારો મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુસાફરોની વધતી સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને Western Railway દ્વારા વિશેષ ભાડા પર બે જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ AC સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09021 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ AC સુપરફાસ્ટ સ્પેશિયલ 31 મે, 2026ના રોજ મુંબઈ સેન્ટ્રલથી સવારે 6:20 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે બપોરે 12:40 વાગ્યે અમદાવાદ પહોંચશે.
જ્યારે ટ્રેન નંબર 09022 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ AC સુપરફાસ્ટ સ્પેશિયલ 31 મે, 2026ના રોજ અમદાવાદથી બપોરે 3:10 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે.
આ પણ વાંચો: 50 KMPH ની ઝડપે પવન સાથે ગુજરાતને ધમરોડશે ભારે વરસાદ! : IMD એ આ જિલ્લાઓમાં જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
વિસ્ટાડોમ સહિતની પ્રીમિયમ સુવિધા
મુસાફરોને આરામદાયક અને પ્રીમિયમ મુસાફરીનો અનુભવ આપવા માટે આ ટ્રેનમાં શતાબ્દી રેકનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં એક્ઝિક્યુટિવ ચેરકાર, એસી ચેરકાર, અનુભૂતિ ક્લાસ અને વિસ્ટાડોમ કોચ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
ખાસ કરીને વિસ્ટાડોમ કોચ મુસાફરોને વિશાળ કાચની બારીઓ અને મનોહર દૃશ્યો સાથે અનોખો પ્રવાસ અનુભવ આપશે.
અમદાવાદ – બાંદ્રા ટર્મિનસ – વટવા સુપરફાસ્ટ સ્પેશિયલ
પશ્ચિમ રેલવે દ્વારા બીજી વિશેષ ટ્રેન તરીકે અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ–વટવા સુપરફાસ્ટ સ્પેશિયલ પણ દોડાવવામાં આવશે.
ટ્રેન નંબર 09044 અમદાવાદથી 1 જૂન, 2026ના રોજ વહેલી સવારે 3:50 વાગ્યે ઉપડશે અને બપોરે 12:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
જ્યારે ટ્રેન નંબર 09043 બાંદ્રા ટર્મિનસથી 1 જૂન, 2026ના રોજ રાત્રે 11:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8:00 વાગ્યે વટવા પહોંચશે.
આ પણ વાંચો: પડવાનો છે દુષ્કાળ! વરસાદ માટે તરસશે ધરતી... : El Nino માટે હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી
રૂટ અને સ્ટોપેજની વિગતો
અમદાવાદથી બાંદ્રા જતી ટ્રેન વડોદરા, ભરૂચ, સુરત, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે.
જ્યારે બાંદ્રા ટર્મિનસથી વટવા આવતી ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, ઉધના, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટેશનો પર સ્ટોપેજ આપશે.
આ ટ્રેનમાં એસી-3 ટાયર અને સ્લીપર ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે, જેના કારણે સામાન્ય મુસાફરોને પણ વધારાની બેઠક સુવિધા મળશે.
30 મેથી શરૂ થશે બુકિંગ
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09021/09022 અને 09044/09043 માટે ટિકિટ બુકિંગ 30 મે, 2026થી શરૂ થશે.
મુસાફરો તમામ PRS રિઝર્વેશન કાઉન્ટરો ઉપરાંત IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી પણ ટિકિટ બુક કરાવી શકશે.
ટ્રેનોના સમય, રૂટ અને સ્ટોપેજ અંગે વધુ માહિતી માટે મુસાફરો Indian Railways Enquiry Portalની મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચો: ઈરાન યુદ્ધથી ખાતર સપ્લાય પર સંકટ : 17 જહાજ ખાડીમાં ફસાયા, સરકારે શરૂ કર્યો વૈકલ્પિક પ્લાન
મુસાફરોને મળશે મોટી રાહત
ઉનાળાની રજાઓ, વ્યાવસાયિક પ્રવાસો અને વીકએન્ડ ટ્રાવેલને કારણે અમદાવાદ-મુંબઈ રૂટ પર મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. આવા સમયે વધારાની સ્પેશિયલ ટ્રેનો શરૂ થતાં મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં સહેલાઈ થશે અને હાલની ટ્રેનો પરનું ભારણ પણ ઘટશે.
પશ્ચિમ રેલવેની આ પહેલ ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.





