Home Gujarat Amit Shah Infiltrators Voluntary Return No Action Demographic Change Gujarati

'સ્વેચ્છાએ જશો તો બચી જશો, બાકી કાર્યવાહી નક્કી!' : ઘૂસણખોરો માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયનું 'અલ્ટીમેટમ'

Amit Shah Illegal Immigrants Deportation
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: May 29, 2026, 07:24 AM IST

ગાંધીનગર: દેશની સુરક્ષા અને વસ્તી વિષયક સંતુલન જાળવવા માટે કેન્દ્ર સરકાર હવે ઘૂસણખોરો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી રહી છે. ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઘૂસણખોરોને દેશ છોડી દેવા માટે છેલ્લી ચેતવણી આપી છે. ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, સરકાર દેશના દરેક ખૂણેથી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે કટિબદ્ધ છે અને આ માટે 'હાઈ-લેવલ કમિટી ઓન ડેમોગ્રાફિક ચેન્જ'ની પણ રચના કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ ગૃહમંત્રીએ એક મોટી રાહતની વાત પણ કરી છે. તેમણે જણાવ્યું કે, જે ઘૂસણખોરો પોતે સ્વેચ્છાએ કોઈપણ દબાણ વગર દેશ છોડીને પોતાના વતન પરત ફરી જશે, તેમની સામે સરકાર કોઈ પણ પ્રકારના કાનૂની પગલાં નહીં લે. સરકાર આશા રાખે છે કે સત્તાવાર રીતે ઓળખ અભિયાન શરૂ થાય તે પહેલાં જ ગેરકાયદેસર વસાહતીઓ જાતે જ પરત ફરે, જેથી કાયદાકીય કાર્યવાહીથી બચી શકાય.

આ પણ વાંચો: ગાંધીનગરમાં FABEXA-11 એક્ઝિબિશનનો પ્રારંભ, જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી

સરહદી સુરક્ષા અને ડેમોગ્રાફિક ફેરફાર પર વિશેષ ભાર

ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, સરહદ પર ફેન્સિંગ અને ઘૂસણખોરી રોકવા માટેનું અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દેશની વસ્તીમાં થઈ રહેલા અપ્રાકૃતિક ફેરફારો (ડેમોગ્રાફિક ચેન્જ) પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં સરકાર સુરક્ષા વ્યવસ્થાને એટલી અભેદ્ય બનાવી રહી છે કે ભવિષ્યમાં ઘૂસણખોરીની કોઈ પણ શક્યતા રહે નહીં.

આ પણ વાંચો: 'દેશનાં 80 ટકા ભૂ-ભાગ પર ભાજપનું શાસન': PMએ વિકાસનો ચીલો પાડ્યો તેમાં કરોડો રૂપિયા મોટી વાત નથી: અમિત શાહ

પશ્ચિમ બંગાળમાં બદલાતી તસવીર: ઘૂસણખોરોમાં ફફડાટ

પશ્ચિમ બંગાળના રાજકીય માહોલનો ઉલ્લેખ કરતા અમિત શાહે જણાવ્યું કે, સત્તા પરિવર્તન બાદ ત્યાંની સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. અગાઉના શાસનમાં જે બંગાળ ઘૂસણખોરીનું કેન્દ્ર હતું, ત્યાં હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતા જ ઘૂસણખોરોમાં ફફડાટ વ્યાપ્યો છે અને તેઓ આપોઆપ પરત ફરી રહ્યા છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા ગાળામાં સુરક્ષાના કડક પગલાં લીધા છે. તેમણે ઉમેર્યું કે, સરકાર બન્યાના માત્ર 7 દિવસમાં જ સરહદ પર વાડ લગાવવા માટે BSFને 600 હેક્ટર જમીન સોંપી દેવામાં આવી છે. આ ઉપરાંત, દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વના ગણાતા 'ચિકન્સ નેક કોરિડોર' (Chicken’s Neck Corridor) ની સુરક્ષા માટે પણ 121 હેક્ટર જમીન તાત્કાલિક કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવી છે. બંગાળમાં નવા ડિટેન્શન સેન્ટર્સ પણ કાર્યરત કરવામાં આવ્યા છે, જે ઘૂસણખોરો પર અંકુશ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now