Home Gujarat Gujarat Ats Jaish E Mohammed Siddhpur Khadiyasan Investigation

"જો પુત્ર દેશવિરોધી પ્રવૃત્તિમાં હશે, તો તે મારો દીકરો નથી" : ATSની કાર્યવાહી બાદ પિતાની આક્રોશભરી પ્રતિક્રિયા

Gujarat ATS
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2026, 01:56 PM IST

Ahmedabad News: આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ પાંચ આતંકવાદીઓની ગુજરાત એટીએસ દ્વારા બે દિવસ અગાઉ ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેમાં ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. પકડાયેલા પાંચ પૈકી ચાર આતંકવાદીઓ સિદ્ધપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોના હોવાનું સામે આવ્યું છે. જેમાંથી બે આતંકવાદીઓએ ખડિયાસણ ગામે આવેલી જામીઆ અબુલ હસન મદ્રેસામાંથી અગાઉ શિક્ષણ મેળવ્યું હતું અને ત્યારબાદ અન્ય જગ્યાએ તેઓ અભ્યાસ માટે ગયા હતા. ત્યારે આતંકવાદી કનેક્શનના તાર ખડિયાસણ ગામ સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

તપાસનો દોર પાટણના સિદ્ધપુર સુધી પહોંચ્યો

ગુજરાત ATSની ટીમે આતંકવાદ વિરોધી મોટી કાર્યવાહી કરી જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીઓને ઝડપી લીધા છે. તપાસનો દોર પાટણના સિદ્ધપુર સુધી પહોંચ્યો છે તપાસમાં સામે આવ્યું છે કે, આ આતંકીઓ ખાડિયાસણ ગામની 'જામિઆ અબુલ હસન' મદ્રેસા સાથે જોડાયેલા હતા. પકડાયેલા શખ્સો પૈકી મોહમદ અયુબ કડીવાલ આ મદ્રેસામાંથી અગાઉ અભ્યાસ કર્યો અને અગાઉ પકડાયેલા આતંકીઓ સાથે તેના સીધા સંપર્ક હોવાના પુરાવા ATSને મળ્યા છે.

અમદાવાદમાં AMCની મોટી કાર્યવાહી : 75 હજાર સ્નેક્સ પેકેટનું વેચાણ બંધ, અમરાઈવાડીનું એકમ સીલ

અવાવરી જગ્યાઓમાં ખુલ્લા બોમ્બ વિસ્ફોટનું પરીક્ષણ

આ આતંકીઓનો ઈરાદો બોમ્બ બનાવી મોટો વિસ્ફોટ કરવાનો હતો. એટલું જ નહીં, આ શખ્સોએ ખાડિયાસણ ગામના આસપાસની અવાવરી જગ્યાઓમાં ખુલ્લા બોમ્બ વિસ્ફોટનું પરીક્ષણ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે , જોકે દર વખતે તેઓ નિષ્ફળ રહ્યા હતા.ATSની ટીમ જ્યારે તપાસ માટે ખાડિયાસણ સ્થિત મદ્રેસાએ પહોંચી, ત્યારે ટ્રસ્ટીઓ સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા અને તેમના તરફથી કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી.

તો તે મારો પુત્ર નથી...!

બીજી તરફ, પકડાયેલા મોહમદ અયુબ કડીવાલના પિતાએ આઘાત સાથે જણાવ્યું હતું કે, પુત્રની આતંકી પ્રવૃત્તિઓ વિશે પોતાને કોઈ જાણ નહોતી. પિતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો તેમનો પુત્ર ખરેખર દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હશે, તો તે મારો પુત્ર નથી.તો ગામના પૂર્વ સરપંચે જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિ સામે આવતા સૌથી મોટો આઘાત અમને લાગ્યો છે.

રાજકોટમાં સોફાના કારખાનામાં ભીષણ આગ : માલિકના જમાઈનું ગૂંગળાઈ જવાથી કરુણ મોત

પકડાયેલા લોકો ખોટા છે માટે જ તેમને પકડ્યા...!

પકડાયેલાઓ ખરેખર દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તમામને સજા થવી જોઈએ. કઈ હશે ત્યારે જ એટીએસ દ્વારા આ લોકોની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા લોકો ખોટા છે માટે જ તેમને પકડ્યા છે. ત્યારે પકડાયેલા આ ઈસમો બોમ્બ બનાવવાની સાધન સામગ્રી ક્યાંથી લાવતા હતા અને તેમની સાથે અન્ય કોણ કોણ સંકળાયેલું છે તે તપાસમાં બહાર આવશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now