Home Sports IPL 2026 Rohit Sharma Return Mi Vs Srh Ipl 2026 Gujarati

IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સની ડૂબતી નૈયા પાર લગાવશે રોહિત શર્મા! : આ મેચમાં થઈ શકે છે ‘હિટમેન’ની ધમાકેદાર વાપસી

IPL 2026
Published by: Viral Patel
Last Updated: Apr 25, 2026, 05:00 AM IST

IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સની હાલત અત્યારે કફોડી દેખાઈ રહી છે. ટીમ માટે પ્લેઓફની રાહ હવે ઘણી મુશ્કેલ બની ગઈ છે. જોકે, આ મુશ્કેલ સમયમાં MI માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ટૂંક સમયમાં મેદાન પર પરત ફરી શકે છે.

સંઘર્ષ કરી રહી છે મુંબઈ ઈન્ડિયન્સ

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી લય પકડવામાં નિષ્ફળ રહી છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાંથી માત્ર 2 માં જીત મેળવી છે. રોહિત શર્મા છેલ્લા ત્રણ મેચથી ટીમની બહાર છે. ઈજાના કારણે 'હિટમેન'ને આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમની વાપસીને લઈને મોટા સમાચાર આવ્યા છે. મુંબઈની ડૂબતી નૈયાને બચાવવા માટે રોહિત આગામી મેચમાં મેદાનમાં ઉતરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો: શાળાના ડોક્યુમેન્ટમાં ભૂલ સુધારવાની સોનેરી તક! : જાણો કેવી રીતે કરશો નામ, અટક અને જન્મ તારીખમાં સુધારો

રોહિત શર્માની વાપસી પર મોટું અપડેટ

ચાહકો લાંબા સમયથી રોહિતની વાપસીની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ (ક્રિકબઝ) અનુસાર, રોહિત શર્મા 29 એપ્રિલના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમાનારી મેચમાં વાપસી કરી શકે છે. આ મહત્વની મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ક્યારે અને કેવી રીતે ઈજાગ્રસ્ત થયા હતા રોહિત?

રોહિત શર્માને 12 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામેની મેચ દરમિયાન ઈજા થઈ હતી. બેટિંગ કરતી વખતે તેમને હેમસ્ટ્રિંગમાં ખેંચાણ અનુભવાયું હતું, જેના કારણે તેઓ રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર ગયા હતા. ત્યારબાદ તેમને થોડી મેચો માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી..

આ પણ વાંચો: સુરતમાં સગીરાની છેડતી બાદ ટોળું બેકાબૂ : વેનમાંથી વિધર્મી આરોપીને બહાર કાઢ્યો, પોલીસની હાજરીમાં જ કરી ધોલાઈ

વાપસી માટે કરી રહ્યા છે સખત મહેનત

રિપોર્ટ્સ મુજબ, રોહિત શર્મા હાલમાં મુંબઈ ઈન્ડિયન્સના ટ્રેનર્સ અને કોચની દેખરેખ હેઠળ પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા છે. ટીમ મેનેજમેન્ટને સંકેત મળ્યા છે કે રોહિત હવે મેદાનમાં ઉતરવા માટે લગભગ ફિટ છે.

IPL 2026 માં રોહિતનું અત્યાર સુધીનું પ્રદર્શન

રોહિત શર્માએ આ સીઝનની શરૂઆત શાનદાર અડધી સદી સાથે કરી હતી. એક સમયે ઓરેન્જ કેપ પણ તેમની પાસે હતી. આ સીઝનમાં રમાયેલી 4 મેચમાં તેમણે 137 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: નળસરોવર પાસે ગમખ્વાર અકસ્માત : અજાણ્યા પીકઅપ ડાલાની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 3 સભ્યોના મોત, 2 ઘાયલ

MI માટે પ્લેઓફનું સમીકરણ

મુંબઈ ઈન્ડિયન્સ માટે હવે દરેક મેચ 'કરો અથવા મરો' જેવી છે. કુલ મેચ 7 રમાઈસ, જીત 2, બાકી મેચ 7 અને ક્વોલિફાય થવા માટે બાકી રહેલી 7 મેચમાંથી ઓછામાં ઓછી 6 મેચ જીતવી અનિવાર્ય છે. મુંબઈના ફેન્સ આશા રાખી રહ્યા છે કે રોહિતની વાપસી સાથે ટીમ ફરી એકવાર જીતના ટ્રેક પર પરત ફરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now