એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને 43 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી છે. આ મેચમાં માત્ર સ્કોરબોર્ડ જ નહીં, પણ મેદાન પરના શોર્ટ્સ જોઈને પણ ફેન્સ દંગ રહી ગયા હતા. ખાસ કરીને ટિમ ડેવિડની વિસ્ફોટક બેટિંગે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાયેલ મેચ ક્રિકેટપ્રેમીઓ માટે એક યાદગાર રાત્રિ બની. બેટિંગના તોફાન સાથે RCBએ 20 ઓવરમાં 250/3નો વિશાળ સ્કોર ઉભો કર્યો. ખાસ કરીને ટિમ ડેવિડના વિસ્ફોટક શોટ્સ, જેમાં 106 મીટરનો ભયાનક છગ્ગો પણ સામેલ હતો, તેણે મેચનો માહોલ જ બદલાવી દીધો.
આ પણ વાંચો: વર્લ્ડ કપ 2027 માટે હાર્દિક પંડ્યાને મળી મોટી જવાબદારી! : મિશન ક્રિકેટ વર્લ્ડ કપ માટે BCCI નો ખાસ પ્લાન!
ટિમ ડેવિડ: 25 બોલમાં 70 રન અને 106 મીટર લાંબો સિક્સર
RCBની જીતનો અસલી હીરો ટિમ ડેવિડ રહ્યો. નંબર-4 પર બેટિંગ કરવા ઉતરેલા ડેવિડે 280ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી વિરોધી ટીમના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. તેણે માત્ર 25 બોલમાં 8 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 70 રન ફટકાર્યા હતા. તેની આક્રમક રમત જોઈને ડગઆઉટમાં બેઠેલો વિરાટ કોહલી પણ પોતાની ખુશી રોકી શક્યો નહોતો અને કૂદી-કૂદીને તાળીઓ પાડવા લાગ્યો હતો. ટિમ ડેવિડે આ મેચમાં IPL 2026 સીઝનનો સૌથી લાંબો 106 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો, જે સીધો સ્ટેડિયમની બહાર ક્યુબન પાર્કમાં જઈને પડ્યો હતો. આ સિક્સર એટલી ઊંચી અને લાંબી હતી કે એક ક્ષણ માટે તો કેમેરામેન પણ બોલને ટ્રેક કરી શક્યો નહોતો.
ટિમ ડેવિડનો 106 મીટરનો છગ્ગો ચર્ચામાં
મેચ દરમિયાન સૌથી યાદગાર ક્ષણ ત્યારે આવી જ્યારે ટિમ ડેવિડે એક જ ઓવરમાં 30 રન ફટકાર્યા. આ ઓવર દરમિયાન તેમણે ચાર છગ્ગા ફટકાર્યા, જેમાંથી એક 106 મીટરનો વિશાળ છગ્ગો હતો, જે સીધો સ્ટેડિયમની છત પાર કરીને બહાર ગયો. આ ઇનિંગ્સ દરમિયાન ડેવિડે કુલ 8 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. CSKના બોલરો માટે તેમને રોકવું લગભગ અશક્ય બની ગયું. આ તોફાની બેટિંગના કારણે અંતિમ પાંચ ઓવરમાં જ RCBએ 97 રન ઉમેર્યા. ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે આ ઇનિંગ્સ IPL 2026ની સૌથી આક્રમક અને યાદગાર ઇનિંગ્સમાંની એક ગણાશે.
આ પણ વાંચો: IPL 2026; SRH ની આ ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ છે? : ઓરેન્જ આર્મી ટીમ માટે છે ‘લકી ચાર્મ’
ડેથ ઓવર્સમાં બોલરોનો શિકાર
16મી ઓવરમાં નૂર અહેમદ સામે સતત 3 સિક્સર ફટકારી. 17મી ઓવરમાં અંશુલ કંબોજની નો-બોલ પર બોલ્ડ થયો હોવા છતાં, ફ્રી હિટનો ફાયદો ઉઠાવીને સિક્સર ફટકારી. 18મી ઓવરમાં જેમી ઓવર્ટન સામે 4 સિક્સર ફટકારી પોતાની ફિફ્ટી પૂરી કરી.
રેકોર્ડ્સનો વરસાદ: વિરાટ કોહલીએ રોહિત શર્માને પછાડ્યો
આ મેચ જીતવા સિવાય RCB એ અનેક નવા રેકોર્ડ્સ પણ બનાવ્યા છે. જેમાં વિરાટ કોહલી હવે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે સૌથી વધુ રન (1174 રન) બનાવનાર બેટર બની ગયો છે. તેણે રોહિત શર્માના રેકોર્ડ (KKR સામે 1161 રન) ને તોડી નાખ્યો છે. RCBએ આ મેચમાં 250/3નો સ્કોર બનાવ્યો, જે તેમના IPL ઇતિહાસનો ત્રીજો સૌથી મોટો ટોટલ છે. RCBએ આ ઇનિંગ્સમાં કુલ 19 સિક્સર ફટકારી, જે CSK સામે કોઈપણ ટીમ દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સર છે.




