Home Sports IPL 2026 Srh Mystery Girl Ipl 2026 Viral Fans Lucky Charm

IPL 2026; SRH ની આ ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ છે? : ઓરેન્જ આર્મી ટીમ માટે છે ‘લકી ચાર્મ’

Photo of SRH's lucky charm Sarifa Naaz
Published by: Aryan Shah
Last Updated: Apr 04, 2026, 11:37 AM IST

SRH : IPL 2026 નો ખુમાર અત્યારે પૂરા ભારત પર છવાયેલો છે. ફેન્સ માટે આ મેચો 'ફૂલ-પૈસા-વસૂલ' સાબિત થઈ રહી છે. મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ વચ્ચે સ્ટેન્ડમાં બેઠેલી એક સુંદર યુવતીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર અત્યારે એક 'મિસ્ટ્રી ગર્લ' ની ચર્ચાઓએ વેગ પકડ્યો છે, જેને પ્રશંસકો અભિષેક શર્માની ટીમ માટે 'લકી ચાર્મ' માની રહ્યા છે.

કોણ છે આ મિસ્ટ્રી ગર્લ

પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ બાદ આ યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. આ મિસ્ટ્રી ગર્લનું નામ સરીફા નાઝ છે. સરીફા વ્યવસાયે એક પ્રોફેશનલ મોડલ છે અને તેની અદાઓ સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી લાગે તેવો તેનો લુક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરીફાના અંદાજે 2 લાખ જેટલા ફોલોઅર્સ છે.

હૈદરાબાદની જીત અને લકી ચાર્મ

સનરાઇઝર્સ હૈદરાબાદની જીત બાદ સરીફાએ સોશિયલ મીડિયા પર 'માત્ર ઓરેન્જ આર્મી' લખીને પોસ્ટ શેર કરી હતી, જેના પર લાખો લાઈક્સ આવી રહી છે. ખાસ કરીને 2 એપ્રિલના રોજ KKR સામે હૈદરાબાદની શાનદાર જીત બાદ ફેન્સ તેને ટીમની કિસ્મત બદલનારી ગણાવી રહ્યા છે. એક પ્રશંસકે તો કોમેન્ટમાં લખ્યું કે, "આ જ કારણ હતું કે હૈદરાબાદની ટીમ જીતી ગઈ."

મેચનો રોમાંચ

KKR સામેની મેચમાં હૈદરાબાદે પહેલા બેટિંગ કરતાં 226 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેની સામે KKR ની ટીમ માત્ર 161 રન પર જ સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે હૈદરાબાદે ટૂર્નામેન્ટમાં જોરદાર વાપસી કરી છે. પ્રથમ મેચમાં RCB સામે હાર્યા બાદ આ બીજી મેચમાં ટીમે જે પ્રદર્શન કર્યું છે, તેનાથી ચાહકો ખુશ છે.

આ પણ ખાસ વાંચો : હૈદરાબાદની જીત બાદ પણ અભિષેક શર્માને લાગ્યો ઝટકો! : અમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરવી પડી ભારે!

પોઈન્ટ ટેબલની સ્થિતિ

અત્યાર સુધી IPL 2026 માં SRH, CSK, KKR અને PBKS એ 2-2 મેચ રમી છે. હાલમાં પંજાબ કિંગ્સ ટેબલમાં ટોપ પર છે કારણ કે, તેમણે પોતાની બંને મેચો જીતી લીધી છે. જોકે, હૈદરાબાદની આ વાપસીએ અન્ય ટીમો માટે ખતરા સમાન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now