logo-img
Rbi Launches Offline Digital Rupee 2025 Know The Details

RBI લોન્ચ કર્યું e₹ : ઈન્ટરનેટ વગર પણ કરી શકશો પેમેન્ટ, જાણો શું છે ખાસિયત

RBI લોન્ચ કર્યું e₹
Published by: Offbeat Team
| Last Updated: Oct 14, 2025, 10:25 AM IST

ભારતીય રિઝર્વ બેંકની તરફથી મુંબઈમાં આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 માં ઓફલાઇન e₹ લોન્ચ કર્યો છે. ઓફલાઇન e₹ ની ખાસવાત એ છે કે, તમે ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક વગર ડિજિટલ પેમેન્ટ કરી શકશો. તમે આનાથી કેશ રૂપિયાની જેમ ખર્ચ કરી શકો છો. આની માટે તમારે કોઈ પણ ક્યુઆર કોડ સ્કેન કે પછી ટેપ કરવાનું રહેશે અને તમારું પેમેન્ટ સફળતાપૂર્વક થઈ જશે. તમે પોતાના પૈસાને ડિજિટલ રીતે પણ પોતાના વૉલેટમાં રાખી શકો છો.

શું છે ડિજિટલ રૂપિયા?

e₹ ભારતીય સેન્ટરલ બેન્ક ડિજિટલ (CBDC) છે. આને તમે ભારતીય રૂપિયાનું ડિજિટલ વર્ઝન પણ કહી શકો છો. e₹ નો તમે ઈન્ટરનેટ વિના પણ ઉપિયોગ કરીસ શકો છો. દાખલા તરીકે, આ e₹ તમારા પર્સમાં રાખેલ કેસની જેમ જ છે. તફાવત ફક્ત એટલો કે આ ડિજિટલ રૂપમાં મળે છે.

તમે આને ડિજિટલ વૉલેટમાં રાખેલ ઓફલાઇન આનો ઉપયોગ કરી શકો છો. સાથે જ તમારી દરેક લેવડદેવલ પર બેંક એકાઉન્ટનું એક્સેસ હોવું જરૂરી નથી. યુઝર્સ આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર કે એપલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. એક વખત રજીસ્ટર કર્યા બાદ તમે કોઈ પણ વ્યક્તિ કે બિઝનેસમાં ચુકવણી કરી શકો છો.

કોને મળશે સૌથી વધુ લાભ?

આ ફીચરથી સૌથી વધુ ફાયદો ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને થશે. જે જગ્યાએ ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્કની સમસ્યા રહે છે. e₹ નું સૌથી ખાસ ફીચર ઓફલાઇન પે છે. આની માટે ટેલિકોમ કંપનીઓની સહાયતા અને NFC આધારિત ચુકવણી કરવામાં આવશે. એટલે કે તમારે ચુકવણી માટે ઈન્ટરનેટની જરૂર નહીં પડે.

કઈ બેંકોમાં શરૂ થઈ રહી છે આ સુવિધા?

e₹ દેશના ઘણા બેન્કોમાં વૉલેટના રૂપે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. SBI, ICICI Bank, IDFC First Bank, Yes Bank, HDFC Bank, Union Bank of India, Bank of Baroda, Kotak Mahindra Bank, Canara Bank, Axis Bank, Indusind Bank, Punjab National Bank, Federal Bank અને Indian Bank તેને લોન્ચ કરી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now