PM નરેન્દ્ર મોદી આજે એટલે કે 17 સપ્ટેમ્બરનાં રોજ 75 વર્ષની ઉંમર થયા છે. તેમના જન્મદિવસે તેઓ મધ્યપ્રદેશના ધારમાં પ્રવાસે જઈને એક વિશાળ ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન કરશે. વડનગર (ગુજરાત)માં જન્મેલા મોદી સતત બે પૂર્ણ કાર્યકાળ પૂરા કરનારા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા બિન-કોંગ્રેસી પ્રધાનમંત્રી બન્યા છે.
વૈશ્વિક સ્તરે લોકપ્રિયતા
પીએમ મોદીની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં છે. જુલાઈ 2025માં જાહેર થયેલી ડેમોક્રેટિક લીડર એપ્રુવલ રેટિંગ્સ યાદીમાં તેઓ વિશ્વના ટોચના નેતા તરીકે ઉભર્યા હતા. છેલ્લા 11 વર્ષમાં તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર દેશનું નેતૃત્વ કર્યું છે.
વૈશ્વિક નેતાઓની પ્રશંસા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન : મોદીની ઇન્ડિયા ફર્સ્ટ નીતિ અને મેક ઇન ઇન્ડિયા પહેલને વખાણી, અને કહ્યું કે ભારત સ્થિર પરિસ્થિતિઓ ઉભી કરી રહ્યું છે જ્યાં રોકાણ કરવું ફાયદાકારક છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ : પીએમ મોદી સાથેની મિત્રતાને જાહેરમાં વખાણી, “હું હંમેશા પીએમ મોદીનો મિત્ર રહીશ, તેઓ મહાન પ્રધાનમંત્રી છે” કહીને પ્રશંસા કરી. જોકે તેઓએ આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને 75મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી. જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું Thank you, my friend.
ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ : સિડનીમાં ભારતીય સમુદાયને સંબોધન કરતી વખતે પીએમ મોદીને “બોસ” કહીને વખાણ કર્યા હતા.
ઇટાલીની પીએમ જ્યોર્જિયા મેલોની : G-7 સમિટ દરમિયાન પીએમ મોદીને “તમે શ્રેષ્ઠ છો” કહી, તેમની સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી.
સુઝુકી મોટર્સના ચેરમેન તોશીહિરો સુઝુકી : પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ બન્યું હોવાનું જણાવ્યું.
વિશ્વ બેંક પ્રમુખ અજય બંગા : પીએમ મોદીની વ્યૂહરચનાને વખાણી, કહ્યું કે તેઓ અમેરિકા સાથે દ્વિપક્ષીય અને ક્વાડ સંબંધોને મજબૂત કરવા સતત પ્રયાસ કરી રહ્યા છે.