PM નરેન્દ્ર મોદીએ આજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિ પુતિનને તેમના 73મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને તેમનેસારા સ્વાસ્થ્ય અને સફળતાની શુભેચ્છા પાઠવી. બંને નેતાઓએ દ્વિપક્ષીય કાર્યસૂચિ પર પ્રગતિની સમીક્ષા કરી અને ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
રશિયન રાષ્ટ્રપતિ 5 ડિસેમ્બરે ભારત આવી શકે!
પ્રધાનમંત્રી મોદીએ 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન પ્રસંગે રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી. રશિયન રાષ્ટ્રપતિ 5 ડિસેમ્બરે ભારત આવે તેવી અપેક્ષા છે અને નવી દિલ્હીમાં યોજાનારી વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. પુતિન PM મોદી સાથે સંરક્ષણ, ઊર્જા, વેપાર અને સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે.
પુતિનની મુલાકાત એક દિવસની હશે કે...
અહેવાલ છે કે રશિયાના વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવ તેમની મુલાકાત પહેલા નવેમ્બરમાં ભારતની મુલાકાત લેશે. નોંધનીય છે કે, ભારત અને રશિયા વચ્ચે દર વર્ષે એક શિખર સંમેલન યોજાય છે. અત્યાર સુધીમાં 22 બેઠકો થઈ છે. ગયા જુલાઈમાં પીએમ મોદી મોસ્કોની મુલાકાતે ગયા હતા. પુતિન 2021માં ભારતની મુલાકાતે આવ્યા હતા.