Home International Pakistan Rana Sanaullah On Pm Modi Lahore Visit India Pakistan Relations Gujarati

‘મોદી સાથે હાથ મિલાવી લીધા હોત તો…’ : પાક PM શહબાઝ શરીફના સલાહકારની વેદના છલકાઈ, જાણો શું બોલ્યા રાણા સનાઉલ્લાહ ખાન?

PM Modi lahore Visit
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2026, 11:44 AM IST

PM Modi lahore Visit: ભારત અને પાકિસ્તાન વચ્ચે એવા ઘણા તથ્યો છે જે અવારનવાર સામે આવતા રહે છે. આ દરમિયાન વધુ એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના વિશેષ સલાહકાર રાણા સનાઉલ્લાહ ખાને ભારત-પાકિસ્તાન સંબંધોને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેની ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા પાકિસ્તાનીઓને જ કઠેડામાં ઉભા કરી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહબાઝ શરીફના વિશેષ સલાહકાર રાણા સનાઉલ્લાહ ખાને સ્વીકાર્યું છે કે, ‘ઇસ્લામાબાદે નવી દિલ્હી સાથે સંબંધો સુધારવાની એક બહુ મોટી અને ઐતિહાસિક તક ગુમાવી દીધી છે.’ એક પાકિસ્તાની ટેલિવિઝન કાર્યક્રમ દરમિયાન સનાઉલ્લાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2015ની લાહોર યાત્રાનો ફાયદો ઉઠાવવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું અને આજે પાકિસ્તાન તેની જ કિંમત ચૂકવી રહ્યું છે.

ન્યૂઝીલેન્ડમાં ભારતીય સમુદાયને PM મોદીનું સંબોધન : ભારતીય સમુદાયના યોગદાનની કરી પ્રશંસા

પીએમ મોદીના લાહોર પ્રવાસને લઈને કહી આ વાત

ટીવી કાર્યક્રમમાં રાણા સનાઉલ્લાહે કહ્યું કે, ‘પાકિસ્તાને ભારત સાથે સંબંધો સુધારવાની એક ખાસ તક ગુમાવી દીધી અને આના માટે પાકિસ્તાન પોતે જ જવાબદાર છે.’ સનાઉલ્લાહે વર્ષ 2015ના ડિસેમ્બર મહિનામાં પીએમ મોદીની અચાનક થયેલી લાહોર યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘જો એ પ્રવાસને યોગ્ય રીતે ડીલ/હેન્ડલ કરવામાં આવ્યો હોત તો તે કાયમી શાંતિના દરવાજા ખોલી શકત.’

પોતાના ઈન્ટરવ્યુમાં સનાઉલ્લાહે જણાવ્યું કે, ‘પાકિસ્તાનના આંતરિક રાજકીય વિરોધ અને આલોચનાઓને કારણે તે ઉત્તમ તકનો પૂરો ફાયદો ઉઠાવી શકાયો ન હતો. આજે પાકિસ્તાન એવી સ્થિતિમાં છે જ્યાં તે ભારત સાથે વધુ સારી વાતચીત કરવા ઈચ્છે છે પરંતુ પરિસ્થિતિઓ તદ્દન વિપરીત છે અને આના માટે તે પોતે જ દોષી છે, તે અન્ય કોઈને દોષ આપી શકે નહીં.’

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી : 15 લોકોના મોતની આશંકા!, દૂતાવાસે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

પાકિસ્તાન પણ G-20 દેશોમાં સામેલ હોત

તેમજ ઈન્ટરવ્યુ દરમિયાન રાણા સનાઉલ્લાહે એવું પણ કહ્યું કે, ‘જો ભારત સાથે પાકિસ્તાનના સંબંધો સારા અને મજબૂત હોત તો તેનો સીધો ફાયદો પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મળી શકત. પાકિસ્તાન પણ આજે G-20 દેશોમાં સામેલ હોત.’

આજે આપણે IMFના દેવામાંથી મુક્ત હોત - સનાઉલ્લાહ ખાન

રાણા સનાઉલ્લાહ ખાને પાકિસ્તાનને દોષી ઠેરવતા કેટલાય ખુલાસા કર્યા. તેમણે એવું પણ કહ્યું કે, ‘આજે આપણે IMF (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)ના દેવામાંથી પણ મુક્ત હોત.’ ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે ઉમેર્યું કે "આ કેટલી કમનસીબીની વાત છે કે પછીથી તમે કોઈની સાથે હાથ મિલાવવા માટે તરસો છો, પરંતુ જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે તમે તેમને ગાળો આપો છો. પછીથી તમે કહો છો કે મોટી મુશ્કેલી છે, ક્યાંક આપણા પર મિસાઈલ હુમલો ન કરી દે. પરંતુ જ્યારે તેઓ પોતે તમારા ઘરે આવે છે ત્યારે તમે ગાળો આપો છો. આ બધામાંથી આપણે શીખવું જોઈએ કે આપણે આપણો સમય વેડફી નાખ્યો છે."

ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર શું ચાલી રહ્યું છે? : સેટેલાઇટ તસવીરો બાદ અમેરિકા-ઈઝરાયલ એલર્ટ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now