Home International Vietnam Speedboat Capsize 15 Indian Tourists Dead Gujarati

ના વરસાદ, ના વાવાઝોડું...છતાં કેવી રીતે પલટી ગઈ નાવ? : સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચનારે જણાવ્યું કે કેવી રીતે થયા 15 ભારતીયોના મોત ?

Vietnam Boat Capsize
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2026, 01:25 PM IST

Vietnam Boat Capsize: વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને ફૂ ક્વોક આઇલેન્ડ લઈ જઈ રહેલી એક નાવ સમુદ્રમાં પલટી ગઈ. આ દુર્ઘટનામાં 15 લોકો ડૂબી ગયા. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ એજન્સીઓએ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારતીય દૂતાવાસે પણ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. માહિતી અનુસાર, આ સ્પીડબોટ પ્રવાસીઓને હોન મે રૂટથી આન થોઈ પોર્ટ તરફ લઈ જઈ રહી હતી. આ દરમિયાન હોન મે રૂટ ન્ગોઈથી લગભગ 400 મીટરના અંતરે સ્પીડબોટ પલટી ગઈ હતી. જેના કારણે નાવમાં સવાર તમામ લોકો સમુદ્રમાં પડી ગયા હતા.

PM મોદીની ન્યુઝીલેન્ડ મુલાકાત બાદ મોટી જાહેરાત : 8 વર્ષ બાદ ફરી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે નવા સ્ટેડિયમમાં થશે ટક્કર

નાવની અંદર ફસાયા પ્રવાસીઓ

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં 15 પ્રવાસીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે, જ્યારે 21 લોકોને જીવતા બચાવી લેવાયા છે, જેમાંથી 2 લોકોની હાલત હાલ ગંભીર છે. બચાવ કાર્યમાં સામેલ એક બોટના માલિકે જણાવ્યું કે તેમની બોટ લગભગ 5 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ પ્રવાસીઓ પલટી ગયેલી નાવની અંદર ફસાયેલા હોવાને કારણે રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી પડી હતી. અન્ય એક બોટ ચાલકે જણાવ્યું કે ઘટના સમયે સમુદ્રમાં મોટા-મોટા મોજા ઉછળી રહ્યા હતા. તે સમયે આન થોઈ પાસે સમુદ્ર અશાંત હતો, પરંતુ વરસાદ પડી રહ્યો ન હતો. ત્યાં અન્ય પ્રવાસી બોટો પણ ચાલી રહી હતી.

અચાનક પલટી ગઈ બોટ

તમને જણાવી દઈએ કે ઓશન પીયર આઇલેન્ડ કંપની દ્વારા ઓપરેટ કરવામાં આવી રહેલી આ સ્પીડબોટ બપોરે લગભગ 1 વાગ્યે હોન મે રૂટ આઇલેન્ડથી ફૂ ક્વોક એરપોર્ટથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા આન થોઈ પોર્ટ તરફ પ્રવાસીઓને લઈ જઈ રહી હતી. આ દરમિયાન બોટ હોન મે રૂટ ન્ગોઈથી 400 મીટરના અંતરે પલટી ગઈ, જેના કારણે નાવમાં સવાર તમામ લોકો સમુદ્રમાં પડી ગયા. પલટી ગયેલી બોટને જોઈને આસપાસની અન્ય ટૂરિસ્ટ બોટો મદદ માટે દોડી આવી હતી.

'1,000 મિસાઇલોથી તબાહ કરી દઈશું' : ટ્રમ્પની ચીમકી બાદ ઉશ્કેરાયેલા ઈરાને કહ્યું - "હવે કોઈ વાતચીત નહીં"

15 લોકોના મોત

આન થોઈ બોર્ડર ગાર્ડ્સે ઘટનાસ્થળે 2 જહાજ અને 35 અધિકારીઓ તેમજ સૈનિકોને મોકલ્યા હતા. તેઓ નેવી, કોસ્ટગાર્ડ અને અન્ય સંબંધિત દળો સાથે રેસ્ક્યુ મિશનમાં જોડાયા હતા. બપોર સુધીમાં બચાવ દળે સ્પીડબોટ પર સવાર તમામ 36 લોકોને કિનારા પર લાવી દીધા હતા. આમાંથી 21 લોકો બચી ગયા છે, જ્યારે 15 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. મૃતકોમાં 2 મહિલાઓ અને 13 પુરુષો સામેલ છે. ઘટના અંગે ઓશન પીયર આઇલેન્ડ કંપનીના એક પ્રતિનિધિએ જણાવ્યું કે સ્પીડબોટ પ્રવાસીઓને આઇલેન્ડ ટૂર પર લઈ જઈ રહી હતી. બોટ 50 વર્ષથી વધુ ઉંમરના એક કેપ્ટન ચલાવી રહ્યા હતા, જેમને નાવ ચલાવવાનો ઘણા વર્ષોનો અનુભવ હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now