Latest Smartphone Comparison : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ઓછી કિંમતમાં વધુ ફીચર્સ આપતા ફોનની માંગ હંમેશા વધારે રહે છે. તાજેતરમાં જ Oppo કંપનીએ ભારતમાં પોતાનો નવો બજેટ સ્માર્ટફોન Oppo A6c લોન્ચ કર્યો છે. આ ફોનની સીધી ટક્કર માર્કેટમાં પહેલાથી હાજર લોકપ્રિય ફોન Samsung Galaxy M17 5G અને Motorola G45 5G સાથે થઈ રહી છે. જો તમારું બજેટ 15 હજાર રૂપિયાની આસપાસ છે અને તમે કયો ફોન ખરીદવો તેની મૂંઝવણમાં છો, તો આ આર્ટિકલ તમને મદદ કરશે. જાણો આ ત્રણેય સ્માર્ટફોનની કિંમત, ડિસ્પ્લે, ફીચર્સ, પ્રોસેસર અને બેટરી વિશેની સંપૂર્ણ માહિતી.
Oppo A6c vs Samsung Galaxy M17 5G vs Motorola G45 5G
કિંમત અને સ્ટોરેજ
Oppo A6c ની કિંમત 4GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹13,999 અને 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹16,999 છે.
Samsung Galaxy M17 5G ની કિંમત 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹13,999, 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹13,999 અને 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹15,499 છે.
Motorola G45 5G ની કિંમત 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹12,999 છે.
ડિસ્પ્લે અને રિઝોલ્યુશન
Oppo A6c માં 6.75-ઇંચની HD+ LCD ડિસ્પ્લે છે જે 720x1570 પિક્સેલ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 900 nits સુધીની પીક બ્રાઇટનેસ ધરાવે છે.
Samsung Galaxy M17 5G માં 6.7-ઇંચની FHD+ સુપર AMOLED ડિસ્પ્લે છે જે 1080x2340 પિક્સેલ રિઝોલ્યુશન અને 90Hz રિફ્રેશ રેટ ધરાવે છે.
Motorola G45 5G માં 6.5-ઇંચની HD+ ડિસ્પ્લે છે જે 720x1600 પિક્સેલ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે.
15 હજારથી ઓછામાં કયો 5G ફોન સૌથી બેસ્ટ?: Lava, Redmi અને Realme ના આ સ્માર્ટફોનમાં છે જબરદસ્ત ફીચર્સ!
બેટરી બેકઅપ
Oppo A6c માં 7,000mAh બેટરી છે જે 15W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Samsung Galaxy M17 5G માં 5,000mAh બેટરી છે જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Motorola G45 5G માં 5,000mAh બેટરી છે જે 20W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ઓપરેટિંગ સિસ્ટમ
Oppo A6c, એન્ડ્રોઇડ 15 પર બેસ્ડ ColorOS 15 પર ચાલે છે.
Samsung Galaxy M17 5G, એન્ડ્રોઇડ 15 પર બેસ્ડ One UI 7 સાથે આવે છે.ટ
Motorola G45 5G એન્ડ્રોઇડ 14 પર ચાલે છે.
₹35 હજારના બજેટમાં કયો સ્માર્ટફોન બેસ્ટ?: Poco, Realme અને OnePlus ના લેટેસ્ટ ફોન વચ્ચે જબરદસ્ત ટક્કર
પ્રોસેસર
Oppo A6c માં ઓક્ટા-કોર Unisoc T7250 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Samsung Galaxy M17 5G માં Samsung Exynos 1330 પ્રોસેસર છે.
Motorola G45 5G માં Qualcomm Snapdragon 6s Gen 3 પ્રોસેસર છે.
કેમેરા સેટઅપ
Oppo A6c માં પાછળના ભાગમાં f/2.2 અપર્ચર સાથે 13mp નો મુખ્ય કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે f/2.2 અપર્ચર સાથે 5mp નો ફ્રન્ટ કેમેરો છે.
Samsung Galaxy M17 5G માં OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, 5mp નો અલ્ટ્રાવાઇડ અને 2mp નો મેક્રો કેમેરો છે. સેલ્ફી માટે તેમાં 13mp નો ફ્રન્ટ કેમેરો છે.
Motorola G45 5G માં 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો મેક્રો કેમેરો છે. સેલ્ફી માટે તેમાં 16mp નો ફ્રન્ટ કેમેરો છે.





