Latest Smartphone Comparison : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં Lava કંપનીએ પોતાનો નવો આકર્ષક સ્માર્ટફોન Lava Shark 2 5G લોન્ચ કરી દીધો છે. આ નવા ફોનની સીધી સ્પર્ધા માર્કેટમાં પહેલેથી હાજર Redmi A7 Pro અને Realme Narzo 70x 5G સ્માર્ટફોન સાથે થઈ રહી છે. જો તમારું બજેટ 15 હજાર રૂપિયાથી ઓછું છે તો આ ત્રણેય ફોન તમારા માટે સારા ઓપ્શન બની શકે છે. જાણો આ ત્રણેય સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ, કેમેરા સેટઅપ, ડિસ્પ્લે અને પરફોર્મન્સ વિશેની સંપૂર્ણ માહિતી.
Lava Shark 2 5G vs Redmi A7 Pro vs Realme Narzo 70x 5G
કિંમત
Lava Shark 2 5G ના 4GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹11,999 છે.
Redmi A7 Pro ના 4GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹11,499 છે.
Realme Narzo 70x 5G ના 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹10,999 છે.
ડિસ્પ્લે
Lava Shark 2 5G માં 6.75-ઇંચની HD+LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1612x720 પિક્સેલ અને 120Hz રિફ્રેશ રેટ છે.
Redmi A7 Pro માં 6.9-ઇંચની HD+IPS LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1600x720 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ છે.
Realme Narzo 70x 5G માં 6.72-ઇંચની FullHD+LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ છે.
પ્રોસેસર
Lava Shark 2 5G માં Unisoc T8200 6nm પ્રોસેસર છે.
Redmi A7 Pro માં ઓક્ટા-કોર Unisoc T7250 12nm પ્રોસેસર છે.
Realme Narzo 70x 5G માં ઓક્ટા-કોર MediaTek Dimensity 6100+ પ્રોસેસર છે.
ઓપરેટિંગ સિસ્ટમ
Lava Shark 2 5G, એન્ડ્રોઇડ 16 પર ચાલે છે.
Redmi A7 Pro, એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ Xiaomi HyperOS 3 પર ચાલે છે.
Realme Narzo 70x 5G, એન્ડ્રોઇડ 14 પર બેસ્ડ Realme UI 5.0 પર ચાલે છે.
બેટરી બેકઅપ
Lava Shark 2 5G માં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6000mAh બેટરી છે.
Redmi A7 Pro માં 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6300mAh બેટરી છે.
Realme Narzo 70x 5G માં 45W SuperVOOC ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી છે.
કેમેરા સેટઅપ
Lava Shark 2 5G માં પાછળના ભાગમાં 13mp નો મુખ્ય કેમેરો છે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5mp નો ફ્રન્ટ કેમેરો છે.
Redmi A7 Pro માં પાછળના ભાગમાં 13mp નો મુખ્ય કેમેરો અને f/2.2 અપર્ચર સાથેનો સેકન્ડરી કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે f/2.0 અપર્ચર સાથેનો 8mp નો ફ્રન્ટ કેમેરો છે.
Realme Narzo 70x 5G માં પાછળના ભાગમાં 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો સેકન્ડરી કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8mp નો ફ્રન્ટ કેમેરો છે.
પરિમાણો
Lava Shark 2 5G ની લંબાઈ 165.85 mm, પહોળાઈ 76.8 mm, જાડાઈ 8.75 mm અને વજન 210 ગ્રામ છે.
Redmi A7 Pro ની લંબાઈ 171.56 mm, પહોળાઈ 79.47 mm, જાડાઈ 8.15 mm અને વજન 208 ગ્રામ છે.
Realme Narzo 70x 5G ની લંબાઈ 165.6 mm, પહોળાઈ 76.1 mm, જાડાઈ 7.69 mm અને વજન 188 ગ્રામ છે.
કનેક્ટિવિટી ઓપ્શન
Lava Shark 2 5G માં 5G, 4G VoLTE, ડ્યુઅલ સિમ સપોર્ટ, Wi-Fi, બ્લૂટૂથ 5.0, GPS, GLONASS અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે.
Redmi A7 Pro માં ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi, 3.5mm ઓડિયો જેક, બ્લૂટૂથ 5.2, GPS અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે.
Realme Narzo 70x 5G માં ડ્યુઅલ સિમ, 3.5mm ઓડિયો જેક, 5G, 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ 5.0, USB Type-C અને NFCનો સમાવેશ થાય છે.





