Home Tech/Gadgets Youtube Ai Content Label New Policy Update

YouTube પર હવે સરળતાથી થશે AI Contentની ઓળખ : થઈ રહ્યાં છે મોટા બદલાવ

YouTube AI Content
Published by: Vishal Dave
Last Updated: May 29, 2026, 05:30 PM IST

YouTube પર છેલ્લા કેટલાક સમયથી AI Generated Videosની સંખ્યા ઝડપથી વધી રહી છે. AI Toolsની મદદથી બનાવાયેલા Video, Shorts અને અન્ય Content હવે મોટી સંખ્યામાં Platform પર Upload થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં દર્શકો માટે કયો Video સાચો છે અને કયો AIની મદદથી બનાવાયો છે તેની ઓળખ કરવી ઘણી વખત મુશ્કેલ બની જાય છે. હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને YouTubeએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે હવે જો કોઈ Videoમાં AI Contentનો ઉપયોગ થયો હશે તો YouTubeનું Internal System પોતે જ તેના પર AI Generated Label લગાવી દેશે.

કંપનીનું કહેવું છે કે આ Label Long-form Videos ઉપરાંત Shorts પર પણ સ્પષ્ટ રીતે દેખાશે જેથી Viewers સરળતાથી સમજી શકે કે Contentમાં Artificial Intelligenceનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં. YouTubeના આ નવા પગલાને Platform પર Transparency વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

હકીકતમાં YouTube પર AI Labelingની પ્રક્રિયા સંપૂર્ણ નવી નથી. કંપની અગાઉથી જ Creatorsને Creator Studioમાં એક Tool આપતી હતી જેના દ્વારા તેઓ પોતાના Videoમાં AI Generated Contentનો ઉપયોગ થયો છે કે નહીં તેની માહિતી આપી શકતા હતા. એટલે અત્યાર સુધી AI Content જાહેર કરવાની જવાબદારી સંપૂર્ણપણે Creator પર જ હતી. જો કોઈ Creator Disclosure ન કરે તો YouTube સીધી રીતે તેમાં હસ્તક્ષેપ કરતું નહોતું.

પરંતુ હવે તેમાં મોટો બદલાવ આવી રહ્યો છે. YouTubeએ સ્પષ્ટ કર્યું છે કે તેની મૂળ Policyમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ હવે કંપની પોતે પણ Platform પર Upload થતા Content પર નજર રાખશે. આ મહિના દરમિયાન YouTube AI Generated Contentને Detect કરવાની Process શરૂ કરશે.

સરળ ભાષામાં સમજીએ તો હવે પણ Creatorsએ પોતાના Videoમાં AIનો ઉપયોગ થયો હોય તો તેની માહિતી આપવી પડશે. પરંતુ જો કોઈ Creator આ માહિતી નહીં આપે અને YouTubeનું System Videoમાં AI Content Detect કરી લેશે તો Platform પોતે જ Video પર AI Generatedનો Label લગાવી દેશે. એટલે હવે AI Contentને છુપાવવું Creators માટે વધુ મુશ્કેલ બની શકે છે.

YouTubeના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ Platform પર ઝડપથી વધી રહેલા AI Videos માનવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં AI Generated News Clips, Fake Voice Videos, Deepfake Content અને AI Visualsનો ઉપયોગ ખૂબ વધ્યો છે. ઘણા Viewers માટે એ સમજવું મુશ્કેલ બની રહ્યું હતું કે કયો Video અસલી છે અને કયો સંપૂર્ણપણે AI દ્વારા બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં YouTube હવે વધુ પારદર્શિતા લાવવા માગે છે.

કંપનીએ આ પણ જણાવ્યું છે કે જો કોઈ Video પર ભૂલથી AI Label લાગી જાય તો Creator Disclosure Status Update કરી શકશે. એટલે કે જો કોઈ Contentમાં AIનો ઉપયોગ ન થયો હોય અને ભૂલથી તેને AI Generated તરીકે ઓળખવામાં આવ્યું હોય તો Creator પાસે તેને સુધારવાનો વિકલ્પ રહેશે.

પરંતુ કેટલીક સ્થિતિમાં AI Label હટાવી શકાશે નહીં. YouTubeએ કહ્યું છે કે જો કોઈ Video કંપનીના પોતાના AI Tools જેમ કે Veo અથવા Dream Screenની મદદથી બનાવવામાં આવ્યો હશે તો તેના પર લાગેલો AI Label Permanent રહેશે. ઉપરાંત જો Videoમાં C2PA Metadata હશે તો પણ Label હટાવી શકાશે નહીં.

C2PA Metadata એવી ટેક્નોલોજી છે જે દર્શાવે છે કે કોઈ Content સંપૂર્ણપણે AI દ્વારા Generate કરવામાં આવ્યો છે. આ Metadata ખાસ કરીને AI Generated Images અને Videosમાં ઉપયોગ થાય છે જેથી તેની ઓળખ સરળ બને.

ટેક નિષ્ણાતો માને છે કે YouTubeનું આ પગલું આવતા સમયમાં સમગ્ર Digital Content Industry માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. AI Tools હવે ઝડપથી આગળ વધી રહ્યા છે અને Video Creation પહેલા કરતાં ઘણું સરળ બન્યું છે. પરંતુ તેની સાથે Fake Information અને Misleading Contentનો ખતરો પણ વધી રહ્યો છે.

આવી સ્થિતિમાં Platforms માટે Transparency અને Trust જાળવવું ખૂબ જરૂરી બની ગયું છે. YouTube હવે Viewersને વધુ સ્પષ્ટ માહિતી આપવા માગે છે જેથી તેઓ Contentને વધુ સારી રીતે સમજી શકે.

આગામી સમયમાં શક્ય છે કે અન્ય Social Media Platforms પણ AI Generated Content અંગે વધુ કડક નિયમો અમલમાં મૂકે. કારણ કે AI Technology ઝડપથી આગળ વધી રહી છે અને તેની અસર Digital Media Industry પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now