Home Tech/Gadgets Oppo A6c Launch India Price Features

14 હજારથી ઓછી કિંમતમાં 2 દિવસનું મળશે બેટરી બેકઅપ! : Oppo ના આ નવા સ્માર્ટફોને માર્કેટમાં મચાવી સનસની

Oppo A6c
Image Credit: Oppo
Published by: Aryan Shah
Last Updated: May 26, 2026, 07:38 AM IST

Oppo : પ્રખ્યાત સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo એ ભારતીય ટેક માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરતાં પોતાનો નવો બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન Oppo A6c સત્તાવાર રીતે લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન ખાસ કરીને એવા યુઝર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે જેઓ ઓછી કિંમતમાં પાવરફૂલ બેટરી અને સ્મૂથ ડિસ્પ્લેવાળો ફોન ખરીદવા માંગે છે. તમને જણાવી દઈએ કે, આ ફોન પહેલા ચીન અને વૈશ્વિક બજારમાં લોન્ચ થઈ ચૂક્યો છે, પરંતુ ભારતીય માર્કેટની જરૂરિયાતોને જોતાં કંપનીએ અહીં તેનું ગ્લોબલ વેરિઅન્ટ જ રજૂ કર્યું છે. જૂના હેડફોન વાપરતા યુઝર્સ માટે આ ફોનમાં 3.5mm હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે, જે આજકાલના ફોનમાંથી ગાયબ થઈ રહ્યો છે.

કિંમત અને સ્ટોરેજ વેરિઅન્ટ

જો આપણે આ ફોનની કિંમત અને ઉપલબ્ધતા વિશે વાત કરીએ, તો કંપનીએ Oppo A6c ને ગ્રાહકોની સુવિધા માટે બે અલગ-અલગ સ્ટોરેજ ઓપ્શન્સમાં માર્કેટમાં ઉતાર્યો છે. આ ફોનના 4GB RAM અને 64GB સ્ટોરેજવાળા બેઝ વેરિઅન્ટની કિંમત ₹13,999 નક્કી કરવામાં આવી છે. જ્યારે તેના મોટા વેરિઅન્ટ એટલે કે 4GB RAM અને 128GB સ્ટોરેજ મોડલની કિંમત ₹16,999 રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન હાલમાં ઓપ્પોની ઓફિશિયલ વેબસાઈટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવી દેવાયો છે. લુકમાં આ ફોન પ્રીમિયમ લાગે તે માટે કંપનીએ તેને બે આકર્ષક કલર ઓપ્શન્સ - Feather White અને Stone Brown માં રજૂ કર્યો છે.

શાનદાર ડિસ્પ્લે અને મજબૂત ડિઝાઇન

Oppo A6c માં 6.75-ઇંચની મોટી HD+ LCD સ્ક્રીન આપવામાં આવી છે, જેનું પિક્સેલ રિઝોલ્યુશન 720×1570 છે. આ ડિસ્પ્લેની સૌથી મોટી ખાસિયત તેનો 120Hz રિફ્રેશ રેટ છે, જેના કારણે સોશિયલ મીડિયા એપ્સ વાપરતી વખતે સ્ક્રોલિંગ અને ગેમિંગનો એક્સપિરિયન્સ ખૂબ જ સ્મૂથ અને ફાસ્ટ બને છે. આ સિવાય સ્ક્રીનમાં 900 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ મળે છે, જેથી કરીને જો તમે ધોમધખતા તડકામાં પણ બહાર ઊભા રહીને ફોન વાપરશો, તો પણ સ્ક્રીન પરનું લખાણ એકદમ સ્પષ્ટ દેખાશે. ડિઝાઇન અને પ્રોટેક્શનની વાત કરીએ તો, ધૂળ અને પાણીના છાંટાથી ફોનને સુરક્ષિત રાખવા માટે આ બજેટ ફોનને IP64 રેટિંગ આપવામાં આવ્યું છે. આ મોટી બેટરીવાળા ફોનનું વજન આશરે 215 ગ્રામ છે અને તેની જાડાઈ 9mm છે, જે હાથમાં પકડવામાં એકદમ સોલિડ અને મજબૂત ગ્રીપ આપે છે.

10x ઓપ્ટિકલ ઝૂમ સાથે Oppo Find X9 Ultra માર્કેટમાં મચાવશે ધૂમ: ગેમિંગથી લઈને 8K વીડિયો સુધી બધું જ સ્મૂથ!

7000mAh ની પાવરફુલ બેટરી

આ સ્માર્ટફોનનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેની વિશાળ અને પાવરફૂલ 7000mAh ની બેટરી છે. આજના સમયમાં જ્યારે લોકો ફોનનો ભારે ઉપયોગ કરે છે, ત્યારે બજેટ સેગમેન્ટમાં આટલી મોટી બેટરી મળવી એ યુઝર્સ માટે લોટરી સમાન છે. આ પાવરફુલ બેટરીના કારણે જો તમે હેવી યુઝર છો અથવા આખો દિવસ ટ્રાવેલિંગ કરો છો, તો પણ આ ફોન સિંગલ ચાર્જમાં આરામથી બે દિવસ સુધીનો બેટરી બેકઅપ આપી શકે છે. વારંવાર પાવરબેંક સાથે રાખવાની કે ફોન ચાર્જ કરવાની ઝંઝટમાંથી આ ફોન કાયમ માટે મુક્તિ અપાવશે. આ જાયન્ટ બેટરીને સુરક્ષિત રીતે ચાર્જ કરવા માટે કંપનીએ બોક્સમાં 15W વાયર્ડ ચાર્જિંગનો સપોર્ટ આપ્યો છે, જે બેટરીની લાઇફ લાંબી રાખવામાં મદદ કરે છે.

પ્રોસેસર અને દમદાર પરફોર્મન્સ

ડેઇલી ટાસ્ક, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને મલ્ટિટાસ્કિંગને સરળ બનાવવા માટે, Oppo A6c માં ઓક્ટા-કોર Unisoc T7250 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ બજેટ પ્રોસેસર રોજબરોજના કામોને કોઈપણ લેગ વગર હેન્ડલ કરવામાં સક્ષમ છે. આ સિવાય વિઝ્યુઅલ્સ, ગ્રાફિક્સ અને નોર્મલ ગેમિંગને વધુ શાનદાર બનાવવા માટે આ પ્રોસેસર સાથે Mali-G57 GPU જોડવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 4GB LPDDR4x RAM ની સાથે 128GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ ક્ષમતા મળે છે, જેના કારણે તમે તમારા મનપસંદ ફોટોઝ, વીડિયોઝ અને એપ્સને સ્પેસની ચિંતા વગર સ્ટોર કરી શકો છો. સિક્યોરિટી માટે ફોનમાં પાવર બટનની ઉપર જ સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે ફોનને ખૂબ જ ઝડપથી અનલોક કરે છે. આ સિવાય ફોનમાં ઓટો-બ્રાઇટનેસ માટે એમ્બિયન્ટ લાઇટ સેન્સર, એક્સીલેરોમીટર અને દિશા જાણવા માટે E-કંપાસ જેવા તમામ જરૂરી સેન્સર્સ પણ ઇન-બિલ્ટ છે.

8000mAh બેટરી સાથે Oppo લાવશે નવો સ્માર્ટફોન!: માત્ર બેટરી નહીં, એવા ફીચર્સ મળશે જે પ્રીમિયમ ફોનને આપશે ટક્કર

કેમેરા અને વીડિયો રેકોર્ડિંગ

ફોટોગ્રાફીના શોખીનો માટે Oppo A6c ના પાછળના ભાગમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ સેટઅપમાં મુખ્ય કેમેરો 13mp નો પ્રાઇમરી કેમેરો છે, જે ઓટોફોકસ (Autofocus) ફીચર સાથે આવે છે. આ ફીચરના કારણે મૂવિંગ ઓબ્જેક્ટ્સ અથવા સામાન્ય ફોટોઝ પણ એકદમ ક્લિયર અને સ્ટેબલ ક્લિક થાય છે. લો-લાઇટ ફોટોગ્રાફી માટે રીઅર કેમેરાની સાથે LED ફ્લેશ લાઇટ પણ મળે છે. સેલ્ફી લેવા, ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા અને વીડિયો કોલિંગ કરવા માટે ફોનના ફ્રન્ટમાં 5mp નો કેમેરો આપવામાં આવ્યો છે. વીડિયોગ્રાફીની વાત કરીએ તો, આ સ્માર્ટફોનના મેઇન કેમેરા દ્વારા તમે 1080p ક્વોલિટીમાં 30fps પર ખૂબ જ શાનદાર અને સ્ટેબલ વીડિયો રેકોર્ડિંગ સરળતાથી કરી શકો છો, જે આ બજેટના ફોન માટે ખૂબ સરસ કહી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now