Oppo Find X9 Ultra : સ્માર્ટફોન માર્કેટમાં Oppo હંમેશા તેના કેમેરા અને પ્રીમિયમ લુક માટે જાણીતું છે. હવે કંપની ભારતીય બજારમાં તેની લોકપ્રિય 'Find' સિરીઝનો વિસ્તાર કરી રહી છે. આગામી 21 મેના રોજ Oppo Find X9s અને Oppo Find X9 Ultra લોન્ચ થવા જઈ રહ્યા છે. આ સિરીઝમાં એડવાન્સ ઓપ્ટિક્સ, કલર સાયન્સ અને હાઇ-એન્ડ વીડિયો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને અન્ય સ્માર્ટફોન્સ કરતાં અલગ પાડે છે. આ ફોન માત્ર લુકમાં સુંદર નથી, પણ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ખૂબ પાવરફુલ છે.
લોન્ચિંગ અને ઉપલબ્ધતા
ભારતીય ગ્રાહકો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા તે Oppo Find X9 સિરીઝ 21 મેના રોજ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવશે. કંપની લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન જ બંને મોડલ્સની કિંમત અને વેચાણની તારીખ જાહેર કરશે. એવું માનવામાં આવે છે કે, ઓપ્પો આ સિરીઝ સાથે ભારતના પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટમાં નવા બેન્ચમાર્ક સેટ કરશે.
કેમેરા ટેકનોલોજીમાં ક્રાંતિ
Oppo Find X9 Ultra માં કંપનીએ તેની નેક્સ્ટ જનરેશન 'હેસલબ્લેડ માસ્ટર કેમેરા સિસ્ટમ' આપી છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેનો 200mp નો મુખ્ય કેમેરો છે. આ સિવાય તેમાં 200mp નો 3x ટેલિફોટો કેમેરો અને 50mp નો 10x ઓપ્ટિકલ ઝૂમ કેમેરો આપવામાં આવ્યો છે. આ કેમેરા સેટઅપ ખાસ કરીને એવા લોકો માટે છે જેમને વાઇલ્ડલાઇફ, સ્પોર્ટ્સ કે કોન્સર્ટમાં દૂરથી ફોટોગ્રાફી કરવી ગમે છે. આ ફોનમાં ઓપ્પોનું ઇન-હાઉસ 'લુમો ઇમેજ એન્જિન' પણ છે, જે ફોટાની સ્પષ્ટતા અને કલર બેલેન્સને પ્રોફેશનલ લેવલ સુધી લઈ જાય છે.
પાવરફુલ પ્રોસેસર અને કૂલિંગ સિસ્ટમ
પરફોર્મન્સની વાત કરીએ તો Find X9 Ultra માં ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 એલીટ જનરલ 5 (Snapdragon 8 Elite Gen 5) પ્રોસેસર છે. તેની સાથે ઓપ્પોનું 'ટ્રિનિટી એન્જિન' જોડાયેલું છે, જે હાઇ-રિઝોલ્યુશન વિડિયો રેકોર્ડિંગમાં ફોનને સ્મૂધ બનાવે છે. લાંબા સમય સુધી ગેમિંગ કે 8K વિડિયો શૂટિંગ દરમિયાન ફોન ગરમ ન થાય તે માટે તેમાં '3D ક્રાયો વેલોસિટી કૂલિંગ સિસ્ટમ' આપવામાં આવી છે. આ સિસ્ટમમાં ઇન્ડસ્ટ્રીનું પ્રથમ એન્કેપ્સ્યુલેટેડ થર્મલ યુનિટ અને અલ્ટ્રા-થિન વેપર ચેમ્બર છે.
આ 6 દમદાર સ્માર્ટફોન મે મહિનામાં થશે લોન્ચ!: 7000mAh બેટરીથી લઈને 200mp કેમેરો સુધીના આ સ્માર્ટફોન્સ માર્કેટમાં મચાવશે ધૂમ!
બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
આ સિરીઝમાં બેટરી બેકઅપ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. Find X9 Ultra માં 7050mAh ની વિશાળ સિલિકોન-કાર્બન બેટરી આપવામાં આવી છે. બીજી તરફ, Find X9s મોડલમાં 7025mAh ની બેટરી મળે છે. આ પાવરફુલ બેટરીના કારણે યુઝર્સ આખો દિવસ હેવી યુઝ કરવા છતાં ચાર્જિંગની ચિંતા કર્યા વગર ફોન વાપરી શકશે. આ નવી ટેકનોલોજીની બેટરી વધુ પાવર હોવા છતાં ફોનને ભારે કે જાડો બનાવતી નથી.
લોન્ચ પહેલા જ Oppo Find X9 Ultra નું પ્રી-બૂકિંગ શરૂ!: સેટેલાઇટ કોમ્યુનિકેશન જેવા પ્રીમિયમ ફિચર્સ સાથે ટૂંક સમયમાં આવશે
સ્લિમ ડિઝાઇન અને સોફ્ટવેર
જો તમે સ્લિમ અને સ્ટાઇલિશ ફોન શોધી રહ્યા હોવ તો Oppo Find X9s તમારા માટે બેસ્ટ છે. આ ફોન માત્ર 7.99mm પાતળો છે. તેમાં 50mp નો ટ્રિપલ હેસલબ્લેડ કેમેરા સેટઅપ છે. આ ફોન 3nm પ્રોસેસ પર બનેલા મીડિયાટેક ડાયમેન્સિટી 9500s પ્રોસેસર પર ચાલે છે. તે લેટેસ્ટ ColorOS 16 પર આધારિત છે અને તેમાં 4K 60fps ડોલ્બી વિઝન રેકોર્ડિંગની સુવિધા પણ છે, જે વીડિયો મેકિંગને વધુ સરળ બનાવે છે.





