OnePlus Nord CE 6 And CE 6 Lite : સ્માર્ટફોન પ્રેમીઓ માટે ખુશખબર છે. જાણીતી કંપની OnePlus ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પોતાની લોકપ્રિય 'Nord' સિરીઝમાં બે નવા પાવરફૂલ સ્માર્ટફોન ઉમેરવા જઈ રહી છે. કંપની આવતા મહિને OnePlus Nord CE 6 અને OnePlus Nord CE 6 Lite લોન્ચ કરવાની તૈયારીમાં છે. હાલમાં લોન્ચ થયેલા Nord 6 બાદ હવે આ બે નવા મોડલ્સ ગ્રાહકોની આતુરતા વધારી રહ્યા છે.
લોન્ચિંગ તારીખ અને ડિસ્પ્લે
ભારતમાં આ બંને ફોન 7 મે ના રોજ લોન્ચ કરવામાં આવશે. OnePlus Nord CE 6 માં 6.78 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 1.5k રિઝોલ્યુશન અને 144 Hz ના સુપર સ્મૂધ રિફ્રેશ રેટ સાથે આવશે. જે યુઝર્સને પ્રીમિયમ વિઝ્યુઅલ એક્સપિરિયન્સ આપશે.
પ્રોસેસર અને ગેમિંગ પરફોર્મન્સ
આ સ્માર્ટફોન Snapdragon 7s Gen 4 ચિપસેટથી સજ્જ હશે. ખાસ કરીને ગેમર્સ માટે તેમાં Touch Reflex ચિપ આપવામાં આવી છે, જે ડ્યુઅલ-ચિપ આર્કિટેક્ચર તરીકે કામ કરશે. આનાથી ફોનનો રિસ્પોન્સ ઘણો ફાસ્ટ થશે. ગેમિંગ માટે તેમાં 3,200 Hz ટચ સેમ્પલિંગ રેટ અને 6-એક્સિસ ગેમિંગ ગાયરોસ્કોપ જેવા ફીચર્સ મળશે.
બેટરી અને ચાર્જિંગ સુવિધા
આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની 8,000mAh ની વિશાળ બેટરી છે. કંપનીનો દાવો છે કે, એક વાર ચાર્જ કરવા પર તે 2.5 દિવસથી વધુ ચાલશે. તેને ચાર્જ કરવા માટે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ અને અન્ય ડિવાઇસ ચાર્જ કરવા માટે 27W રિવર્સ ચાર્જિંગનો સપોર્ટ પણ મળશે.
Nord CE 6 Lite ના સ્પેસિફિકેશન્સ
Lite વેરિઅન્ટમાં 7,000mAh ની બેટરી અને 6.7 ઇંચની LCD ડિસ્પ્લે મળી શકે છે. ફોટોગ્રાફી માટે પાછળના ભાગમાં 50mp નો મુખ્ય કેમેરો અને સેલ્ફી માટે 16mp નો ફ્રન્ટ કેમેરો હશે. સેફટી માટે તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે.
કલર અને ડિઝાઇન
OnePlus Nord CE 6 માં Fresh Blue, Lunar Pearl અને Pitch Black કલર ઓપ્શન મળશે. જ્યારે Nord CE 6 Lite મોડલ Vivid Mint અને Hyper Black જેવા આકર્ષક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે.





