Home Business New Labour Code Full Final Settlement 2 Days Rule India

નોકરી છૂટી કે છોડી દીધી, તો કંપનીએ તરત જ કરવું પડશે આ કામ... : નવા કાયદામાં જાણો શું છે ખાસ મોટા ફેરફાર

New Labour Codes
Published by: Viral Patel
Last Updated: Apr 04, 2026, 06:47 AM IST

નવા લેબર કોડ હેઠળ કંપનીના નિયમોમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમારી નોકરી જતી રહે છે અથવા તમે રાજીનામું આપી દો છો, તો કંપનીએ તમામ બાકી લેણાં (Arrears) સાથે પગાર અને ભથ્થાંના પૈસા 2 દિવસની અંદર ચૂકવવા પડશે. અગાઉ આ પ્રક્રિયામાં 45 દિવસ જેટલો સમય લાગતો હતો.

દેશમાં નવો લેબર કોડ લાગુ થઈ ચૂક્યો છે. આ દરમિયાન એક મહત્વપૂર્ણ ફેરફાર થયો છે, જે દરેક કર્મચારી માટે ખૂબ જ અગત્યનો છે. વાસ્તવમાં, જો તમે કોઈ કંપનીમાં નોકરી કરો છો અને પછી તેને છોડી દો છો, તો હવે તમને માત્ર ૨ દિવસમાં જ આખું સેટલમેન્ટ મળી જશે. એટલે કે નોકરી છોડ્યાના બે દિવસમાં જ તમારા પૈસાનું સેટલમેન્ટ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: યુવાનો માટે આવી ગયા નવા લેબર કોડ! : હવે અવેતન ઇન્ટર્નશિપ બંધ! પહેલી નોકરીમાં પણ મિનિમમ સેલરી પાક્કી!

અત્યાર સુધી મોટાભાગે નોકરી છોડવા કે કાઢી મૂક્યા પછી કર્મચારીઓને તેમના બાકી પૈસા મેળવવા માટે ૪૦ થી ૪૫ દિવસનો સમય લાગતો હતો, જેના કારણે કર્મચારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સ્થિતિ એવી હતી કે ઘરનું ભાડું ચૂકવવા કે માસિક ખર્ચ માટે પણ તેમને તકલીફ પડતી હતી. જોકે હવે આ સમસ્યા દૂર થવા જઈ રહી છે. હવે ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ (FnF) 2 દિવસની અંદર જ કરી દેવામાં આવશે. જોકે, કેટલીક શરતો હેઠળ સેટલમેન્ટ માટે હજુ પણ ૧ મહિનાનો સમય લાગી શકે છે.

શું છે નવો નિયમ?

1 એપ્રિલ 2026 થી નવા નિયમ હેઠળ કંપનીઓએ કર્મચારીઓનું ફુલ એન્ડ ફાઇનલ (FnF) સેટલમેન્ટ માત્ર 2 વર્કિંગ ડેઝ (કામના દિવસો) ની અંદર કરવાનું રહેશે. આ નિયમ Code on Wages, 2019 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. નવા કાયદા મુજબ, જો કોઈ કર્મચારી નોકરી છોડે છે, તેને કાઢી મૂકવામાં આવે છે અથવા કંપની બંધ થઈ જાય છે, તો તે સ્થિતિમાં કંપનીએ તેના તમામ બાકી પેમેન્ટ ૨ દિવસમાં કરવાના રહેશે. અગાઉ આ પ્રક્રિયામાં 30 થી 90 દિવસનો સમય લાગતો હતો.

ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ એટલે શું?

ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટનો અર્થ એ છે કે કર્મચારીની નોકરી પૂરી થવા પર તેના તમામ બાકી પૈસાનો હિસાબ અને ચુકવણી કરવી. આમાં માત્ર પગાર જ નહીં, પરંતુ અન્ય ભથ્થાં અને સેવાઓનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: રાઘવ ચઢ્ઢા સામે AAP કેમ છે લાચાર? : કેજરીવાલ કેમ તેમને પાર્ટીમાંથી કાઢી શકતા નથી, કયા નિયમોએ બાંધ્યા છે 'હાથ'?

તેમાં શું-શું સામેલ હોય છે?

  • કામના દિવસો મુજબ છેલ્લા મહિનાનો પગાર.

  • બાકી રહેલી રજાઓના પૈસા (Leave Encashment).

  • પર્ફોર્મન્સના આધારે મળતું બોનસ કે ઇન્સેન્ટિવ.

  • ઓફિસ સાથે જોડાયેલા ખર્ચ જેમ કે મુસાફરી અથવા અન્ય ખર્ચનું રિઈમ્બર્સમેન્ટ.

  • ટેક્સ, એડવાન્સ સેલરી, લોન અથવા કંપનીનો સામાન પરત ન કરવા પર થતી કપાત.

ગ્રેચ્યુઈટી ક્યારે આપવામાં આવે છે?

નવા લેબર કોડમાં જે ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે, તેમાં હવે એક વર્ષની નોકરી પછી પણ ગ્રેચ્યુઈટીનો લાભ આપવામાં આવશે. અગાઉ પાંચ વર્ષની નોકરી પૂર્ણ કર્યા પછી જ ગ્રેચ્યુઈટી મળતી હતી, પરંતુ હવે એક વર્ષ પછી જ કર્મચારીઓ તેનો લાભ લઈ શકશે. કંપનીએ આ રકમ ૩૦ દિવસની અંદર ચૂકવવાની રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now