logo-img
New Challenge For Indian It Professionals Will Have To Pay Rs 88 Lakh To Get H1b

H-1B વિઝાને લઇને ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિ જાહેર : ભારતને કેટલો ફાયદો કેટલું નુકસાન?

H-1B વિઝાને લઇને ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિ જાહેર
Published by: Offbeat Team
| Last Updated: Sep 21, 2025, 07:13 AM IST

Samir Shukla (Senior Journalist), New Jersey, USA: ભારતીય IT પ્રોફેશનલ્સ માટે નવો પડકાર, H1B મેળવવા ચૂકવવા પડશે 88 લાખ રૂપિયા...શું છે સમગ્ર મામલો જાણો વિગતવાર....અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે H-1B વિઝા પ્રોગ્રામ પર મોટો પ્રહાર કર્યો છે. 19 સપ્ટેમ્બરના રોજ સાઇન કરેલા પ્રોક્લેમેશન હેઠળ, દરેક H-1B વર્કર માટે એમ્પ્લોયર્સને વાર્ષિક $100,000 (લગભગ ₹88 લાખ)ની ફી ભરવાની ફરજ પડશે, જે 21 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે. અમેરિકાએ H1B વિઝા આપવાની શરૂઆત 1990થી કરી હતી. જેના થકી અમેરિકાની અનેક IT કંપનીઓનો સુવર્ણકાળ શરૂ થયો હતો, કારણ કે તેમાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સનું જબરજસ્ત યોગદાન રહ્યું.

પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રોગ્રામ પર નો પ્રહાર "અમેરિકા ફર્સ્ટ" નીતિનો ભાગ છે, જે અમેરિકન જોબ્સને વિદેશી કામદારો પાસેથી "સુરક્ષિત" કરવાનો દાવો કરે છે. પરંતુ આ નિર્ણયથી ભારતીય IT કંપનીઓ અને તેમના કર્મચારીઓ પર ભારે અસર કરશે, જેમાં નવા હાઇરિંગમાં 20-30%નો ઘટાડો થવાની શક્યતા છે. આ ઉપરાંત, વિઝા રિન્યુઅલ માટે ઇન્ટરવ્યૂ વેવર મર્યાદિત કરાયું છે, અને ‘પ્રોજેક્ટ ફાયરવોલ’ હેઠળ વેતન ચેકિંગ કડક થયું છે.

ભારતીયો પર શું અસર?

H-1B વિઝા ભારતીયો માટે મહત્વનું છે, જેમાં 2024-25માં 72% વિઝા ભારતીયોને મળ્યા હતા. નવી ફીથી નવા અરજદારો અને રિન્યુઅલ માટે એમ્પ્લોયર્સને ભારે ખર્ચ થશે. USCISના તાજા ડેટા અનુસાર, FY 2023-24માં ભારતીયોને 71-72% H-1B વિઝા મળ્યા હતા, પરંતુ FY 2026માં રજિસ્ટ્રેશન્સ 27% ઘટીને 3.44 લાખ થયા. આ ઘટાડો ભારતીય IT કંપનીઓ અને કર્મચારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે, નિષ્ણાંતોનું કહેવું છે કે આ નીતિથી IT કંપનીઓ જેમ કે TCS, Infosysને $1 બિલિયનનું નુકસાન થઈ શકે છે, Blindના સર્વે મુજબ, 45% ભારતીયો જોબ ગુમાવે તો ભારત પરત ફરશે.
ટ્રમ્પે H-1Bને "અત્યાચાર" તરીકે ગણાવીને કડકાઈ અપનાવી. પરંતુ કેટલાક નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે તેનો સીધો ફાયદો કેનેડા સહિત યુરોપિયન દેશોને થશે.

મુખ્ય ફેરફારો:

1. $100,000 વન ટાઈમ ફી : નવા અરજદારો અને અમેરિકા વચ્ચે આવતા-જતા H-1B હોલ્ડર્સ માટે લાગુ.

2. એમ્પ્લોયર્સ (જેમ કે TCS, Infosys) આ ફી ભરશે, જે વિઝા રિન્યુઅલ અને એન્ટ્રીને અસર કરશે.

3. ઇન્ટરવ્યૂ વેવર મર્યાદિત :

18 સપ્ટેમ્બરથી, રિન્યુઅલ માટે મોટાભાગના કેસમાં વિઝા ઇન્ટરવ્યૂ ફરજિયાત. ડ્રોપબોક્સ વિકલ્પ ઘટશે.

4. પ્રોજેક્ટ ફાયરવોલ :

વેતન ખોટું હોય તો દંડ, બેક વેતન અને પ્રોગ્રામમાંથી બાકાત. અમેરિકન કામદારોને પ્રાયોરિટી.

5. FY 2026 કેપ અપડેટ :

USCISએ માર્ચ 2025માં 339,000 રજિસ્ટ્રેશન્સ પરથી 35-40% સિલેક્ટ કર્યા, જેમાં ફ્રોડ ઘટ્યો પરંતુ સ્પર્ધા તીવ્ર રહી. આ નીતિ "એલિટ" H-1B પ્રોગ્રામ બનાવવાનો પ્રયાસનો દાવો છે, જેમાં ઉચ્ચ વેતનવાળા કામદારોને પ્રાયોરિટી મળશે , જે એન્ટ્રી-લેવલ જોબ્સને અસર કરશે.

6. ભારતીય IT કંપનીઓ પર અસર:

ખર્ચ વધશે, હાઇરિંગ ઘટશે. ભારતીય કંપનીઓ H-1B પર ભારે આધારિત છે. 2024-25માં મળેલા 1.3 લાખ H-1B વિઝામાંથી 71% ભારતીયોને મળ્યા, અને ભારતીય ફર્મ્સને 24,766 વિઝા મળ્યા – એટલે કે 19%.

TCS (5,505 વિઝા),

Cognizant (3,700),

Infosys (2,004),

LTIMindtree (1,807) અને HCL (1,728) જેવી કંપનીઓને સૌથી વધુ અસર થવાની શક્યતા છે.

7. ઓનશોરિંગ વધશે : કંપનીઓ અમેરિકામાં વધુ અમેરિકન કામદારો હાયર કરશે, જે ભારતીય ફર્મ્સના US રેવન્યુને અસર કરશે.

"આ નીતિથી બ્રેઇન ડ્રેઇન રોકાશે, હવે ભારતમાં Google-Microsoft જેવા વિકલ્પો બનાવવાનો સમય.

બીજી તરફ, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે કેનેડા, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વધુ તકો મળશે, જ્યાં વિઝા નીતિઓ વધુ સરળ છે.

USCIS અને Pew Researchના ડેટા અનુસાર:

FY 2023 (ઓક્ટોબર 2022-સપ્ટેમ્બર 2023): કુલ H-1B વિઝા મંજૂરીઓમાંથી 72.3% (લગભગ 2.8 લાખ) ભારતીયોને મળ્યા. આમાં મોટા ભાગના ભારતમાંથી અમેરિકન જોબ્સ (ખાસ કરીને TCS, Infosys, Amazon) માટે આવ્યા હતા.

FY 2024: 71% ભારતીય લાભાર્થીઓ (લગભગ 2.8 લાખ મંજૂરીઓ).

2020-2023ના સમયગાળામાં કુલ 2,32,974 H-1B મંજૂરીઓ ભારતીયોને મળી, જે કુલના 73.7% છે.

હવે જોવું એ રહયું કે જે કુશળ કર્મચારીઓ ભારતમાં ભણીને ભારતની કંપનીમાં જ નોકરી કરશે તેવો ભારતનું ભવિષ્ય કેવી રીતે બદલે છે ?

જો ભારત ધારે તો આજ કર્મચારીઓ થકી તે આવનારા દસકામાં ભારતને વિશ્વના દેશોમાં અગ્રસ્થાન પર લાવી શકે તેમ છે. આ પગલું ભલે અમેરિકાએ તેના હિત માટે લીધું હોય પરંતુ તેનો સૌથી વધુ ફાયદો ભારત ઉઠાવી શકે તેમ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now