Home National Nashik Tcs Sexual Harassment Case Ajmer Maulvi Connection Sixth Victim Reveals

નાસિક TCS કેસમાં ચોંકાવનારો ખુલાસો : છઠ્ઠી પીડિતાએ વર્ણવી આપવીતી, અજમેરના મૌલવીને મળવા દબાણ કરાતું હોવાનો આરોપ

Nashik TCS Case
Published by: Nirali Gohil
Last Updated: Apr 24, 2026, 04:44 AM IST

Nashik TCS Case: મહારાષ્ટ્રના નાસિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) સાથે જોડાયેલા BPOમાં જાતીય સતામણી અને કથિત ધર્માંતરણના મામલે વધુ એક ગંભીર ખુલાસો થયો છે. આ કેસમાં હવે છઠ્ઠી પીડિતા સામે આવી છે, જે કંપનીમાં સિનિયર કર્મચારી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, આરોપીઓ દ્વારા તેને અજમેરના એક મૌલવીને મળવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું હતું. આ ખુલાસા બાદ હવે તપાસ એજન્સીઓ 'અજમેર કનેક્શન'ની દિશામાં પણ તપાસ કરી રહી છે.

સિનિયર મહિલા કર્મચારીની ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ

આ કેસની છઠ્ઠી પીડિતા છેલ્લા 11 વર્ષથી આ BPOમાં કામ કરી રહી છે અને છેલ્લા 7 વર્ષથી નાસિક યુનિટમાં ટીમ લીડર તરીકે કાર્યરત છે. હાલમાં તે 27 કર્મચારીઓની ટીમનું સંચાલન કરી રહી છે. આટલો લાંબો અનુભવ હોવા છતાં, તેણે દાવો કર્યો છે કે તેને પણ અન્ય મહિલા કર્મચારીઓની જેમ જ માનસિક અને જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો. તેના જણાવ્યા મુજબ, આ કોઈ એક વખતની ઘટના નથી પરંતુ લાંબા સમયથી ચાલી રહેલી ગંભીર સમસ્યા છે.

અસંવેદનશીલતાની પરાકાષ્ઠા: ગર્ભપાત જેવી ખાનગી સ્થિતિની મજાક ઉડાવી

પીડિતાએ ફેબ્રુઆરી 2026ની એક હૃદયદ્રાવક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આરોપી તૌસીફ અત્તાર તેને લંચ બ્રેક દરમિયાન મળ્યો હતો. જ્યારે પીડિતાએ પોતાની ખરાબ તબિયત અને તાજેતરમાં થયેલા ગર્ભપાત વિશે વાત કરી, ત્યારે આરોપીએ અત્યંત વાંધાજનક અને અસંવેદનશીલ ટિપ્પણીઓ કરી હતી. આરોપીએ તેની અંગત સ્થિતિની મજાક ઉડાવવાની સાથે સલાહ આપી હતી કે, જો તે અજમેરના એક મૌલવીને મળશે, તો તેને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળશે. પીડિતા જ્યારે શારીરિક અને માનસિક આઘાતમાં હતી, ત્યારે તેને ધાર્મિક દબાણ હેઠળ લાવવાનો આ પ્રયાસ અત્યંત ગંભીર છે.

આ પણ વાંચો: નાસિક TCS કેસમાં ચોંકાવનારો વળાંક : આરોપી નિદા ખાન હજુ પણ ફરાર, ગર્ભાવસ્થાનો હવાલો આપી આગોતરા જામીન માંગ્યા પણ કોર્ટે રાહત ન આપી

ગૃપ બનાવીને ખાસ સમુદાયના કર્મચારીઓને નિશાન બનાવવાનો આરોપ

પીડિતાએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓ દાનિશ શેખ, તૌસીફ અત્તાર, રઝા મેમણ, શફી શેખ, શાહરૂખ કુરેશી અને આસિફ અંસારી એક જૂથ બનાવીને કામ કરતા હતા. આ ટોળકી ઓફિસમાં અન્ય ધાર્મિક માન્યતાઓ અને મૂર્તિઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતી હતી. આ સિવાય મહિલા કર્મચારીઓને સતત ઘૂરવું, અશ્લીલ ઈશારા કરવા અને તેમની લગ્નજીવન વિશે અભદ્ર વાતો કરવી એ તેમના રોજિંદા વર્તનનો ભાગ હતો. પીડિતાએ જણાવ્યું કે વર્ષ 2022માં એક મીટિંગ દરમિયાન શફી શેખ તેને અત્યંત અસભ્ય રીતે ઘૂરી રહ્યો હતો, જેનાથી કંટાળીને તેને મીટિંગ છોડીને બહાર નીકળવું પડ્યું હતું.

આ પણ વાંચો: દિલ્હી મર્ડર કેસમાં અલવર સુધી એક્શન: : રાહુલ મીના બાદ પિતા-મિત્રો સહિત 6ની ધરપકડ; જાણો કેમ IRSની દીકરીને મોતને ઘાટ ઉતારી?

મેનેજમેન્ટની નિષ્ક્રિયતા પર સવાલ, SIT કરી રહી છે તપાસ

મહિલા કર્મચારીએ કંપનીના ટોપ મેનેજમેન્ટ પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેણે કહ્યું કે અનેકવાર મૌખિક ફરિયાદો કરવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. આરોપીઓને માત્ર એક વિભાગમાંથી બીજા વિભાગમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા, જેનાથી તેમના હિંમત વધી જતી હતી. હાલમાં આ મામલે અત્યાર સુધીમાં 9 FIR નોંધાઈ છે અને SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) આ કેસની તપાસ કરી રહી છે. SIT જાતીય સતામણી, કથિત ધર્માંતરણ અને ધાર્મિક લાગણીઓ દુભાવવા જેવા ગંભીર એન્ગલથી તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now