Home National Delhi Irs Officer Daughter Murder Case Accused Rahul Meena Arrested Dwarka Hotel

દિલ્હી મર્ડર કેસમાં અલવર સુધી એક્શન: : રાહુલ મીના બાદ પિતા-મિત્રો સહિત 6ની ધરપકડ; જાણો કેમ IRSની દીકરીને મોતને ઘાટ ઉતારી?

Delhi IRS Daughter Murder Case Rahul Meena Arrest
Published by: Nirali Gohil
Last Updated: Apr 24, 2026, 04:11 AM IST

Delhi Murder Case: આઈઆરએસ (IRS) અધિકારીનો વિશ્વાસ, પિતાની આજીજી અને એક મામૂલી નોકરીમાંથી મળેલું અપમાન – આ બધાનો અંત એક એવી નિર્મમ હત્યામાં આવશે, જેની કલ્પના પણ દિલ્હીના અમર કોલોની વિસ્તારના લોકોએ કરી નહોતી. આઈઆરએસ (IRS) અધિકારીની 22 વર્ષીય પુત્રીની નિર્મમ હત્યાના મામલે દિલ્હી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપી રાહુલ મીનાને દ્વારકાની એક હોટલમાંથી દબોચી લીધો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, નોકરીમાંથી કાઢી મુકવાને કારણે બદલાની ભાવનાથી તેણે આ ઘાતકી અપરાધ કર્યો હતો. આ કેસમાં માત્ર રાહુલ જ નહીં, પરંતુ તેના પિતા અને પાંચ મિત્રો સહિત કુલ 6 સહયોગીઓની પણ અટકાયત કરવામાં આવી છે.

મોબાઈલ ચાર્જરના કેબલથી ગળું દબાવી કરી હત્યા

દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસ તપાસ મુજબ, આરોપી રાહુલ મીનાએ આઈઆરએસ અધિકારીની પુત્રીનું મોબાઈલ ચાર્જરના કેબલથી ગળું દબાવીને હત્યા કરી હતી. આ મામલામાં પીડિતા સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે દિલ્હીમાં આ હત્યાકાંડને અંજામ આપતા પહેલા, મંગળવારે રાત્રે રાહુલે અલવરમાં તેના પડોશમાં રહેતી એક વિવાહિત મહિલા સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તે દિલ્હી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: 24 કલાકમાં બે દુષ્કર્મ, એક હત્યા... : ન કાયદાનો ડર, ન કોઈ પસ્તાવો; IRSની પુત્રી સાથેની દરિંદગીમાં ચોંકાવનારા ખુલાસા

પિતાના ભરોસે નોકરી મળી અને બદલો લેવા કરી હત્યા

રાહુલના મિત્રોએ આપેલી જાણકારી મુજબ, રાહુલના પિતા આઈઆરએસ અધિકારીની ઓફિસમાં કામ કરતા હતા. પિતાના કહેવાથી જ અધિકારીએ રાહુલને પોતાના ઘરે નોકરી પર રાખ્યો હતો. જોકે, રાહુલ પૈસાની ગેરરીતિ કરતો હોવાની અને આસપાસની દુકાનોમાંથી ફરિયાદો મળતા તેને દોઢ મહિના પહેલા જ નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આ અપમાનનો બદલો લેવા માટે તે દિલ્હી પહોંચ્યો હતો અને તક મળતા જ અધિકારીની પુત્રીની હત્યા કરી નાખી હતી.

અલવર પોલીસની મદદથી 6 લોકોની અટકાયત

દિલ્હી પોલીસની પાંચ ટીમો તપાસ માટે રાજસ્થાનના અલવર પહોંચી હતી. ત્યાં સ્થાનિક પોલીસની મદદથી રાહુલના પિતા અને તેના મિત્રો સહિત 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકોની પૂછપરછમાં મળેલી વિગતોના આધારે જ પોલીસ રાહુલ સુધી પહોંચી શકી હતી. બીજી તરફ, અલવરમાં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાની મેડિકલ તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને આજે તેનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવામાં આવશે.

આ પણ વાંચો: IRS Officer Daughter Case : "મારો દીકરો તો નિર્દોષ છે, તેને બસ ગેમ રમવાની જ આદત હતી", આરોપી રાહુલની માતાનો ચોંકાવનારો બચાવ

કોર્ટે રાહુલને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

દિલ્હી પોલીસે આરોપી રાહુલ મીનાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે દલીલ કરી હતી કે આરોપીને ક્રાઈમ સીન પર લઈ જઈને ઘટનાનું પુનરાવર્તન (Sequence) સમજવું જરૂરી છે, તેમજ તેને તપાસ માટે અલવર પણ લઈ જવો પડશે. કોર્ટે રાહુલને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. દિલ્હી પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ અલવર પોલીસ પણ દુષ્કર્મના કેસમાં રાહુલની કસ્ટડી મેળવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now