Home Entertainment Apoorva Mukhija Old Viral Video Amid 370 Biryani Controversy

'દુબઈનો શેખ મને 10-15 કરોડ રૂપિયા આપશે તો હું....' : ઇન્ફ્લૂએન્સર Rebel Kidના વાયરલ વીડિયો પાછળનું સંપૂર્ણ સત્ય શું છે?

Apoorva Makhija
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 15, 2026, 01:16 PM IST

Apoorva Makhija : સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અપૂર્વા મખીજા પોતાના બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. હાલમાં જ રૂ. 370ની બિરયાનીના વિવાદ બાદ હવે તેનો એક જૂનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર ફરી એકવાર નવો વિવાદ ઊભો કર્યો છે અને લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વાયરલ વીડિયો પાછળનું સાચું સત્ય

અપૂર્વા મખીજાનો જે વીડિયો અત્યારે ચર્ચામાં છે, તે હાલનો નથી પરંતુ ઘણો જૂનો છે. આ વીડિયોમાં તે મજાકિયા અંદાજમાં બોલતી જોવા મળે છે. વીડિયોમાં તે કહે છે કે, "હું બે રૂપિયાના રોલ માટે કોઈની સાથે સૂઈશ નહીં. જો દુબઈનો કોઈ શેખ મારા પર 10-15 કરોડ રૂપિયા ફેંકશે તો કદાચ હું તેના વિશે વિચારી શકું છું, પણ કોઈ રોલ માટે નહીં." સોશિયલ મીડિયા પર આ નિવેદનને લઈને ભારે હોબાળો મચી ગયો છે, પરંતુ આ વાત તેને માત્ર મજાકમાં જ કહી હતી અને તે હાલનું નિવેદન નથી, પણ રૂ. 370ની બિરયાનીના વિવાદને કારણે અપૂર્વાનું આ નિવેદન અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

'Pritam and Pedro' નું ટ્રેલર રિલીઝ: સાયબર ક્રાઈમ અને કોમેડીનો જબરદસ્ત મિશ્રણ, અરશદ વારસી અને વિક્રાંત મેસીની અનોખી જોડી ચર્ચામાં

કાસ્ટિંગ ડિરેક્ટર સાથેનો અનુભવ

વાયરલ વીડિયોમાં અપૂર્વા કાસ્ટિંગ ડિરેક્ટર સાથે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કરતી જોવા મળે છે. તેના જણાવ્યા મુજબ, મનોરંજન ક્ષેત્રમાં શરૂઆતના દિવસોમાં કેટલીક પરિસ્થિતિઓ તેને અસ્વસ્થ બનાવતી હતી. તેણે એક કાસ્ટિંગ ડિરેક્ટર સાથે થયેલા સંપર્ક અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, તે સમયે તે ગભરાઈ ગઈ હતી અને સમગ્ર પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહી હતી. આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર અલગ-અલગ અર્થઘટનો કરવામાં આવ્યા. કેટલાક લોકોએ તેને ઇન્ડસ્ટ્રીના પડકારો અંગેની ખુલ્લી વાતચીત ગણાવી, જ્યારે કેટલાકે તેના નિવેદનોને લઈને સવાલો પણ ઉઠાવ્યા. જોકે, ઉપલબ્ધ ક્લિપમાં કોઈ ગેરકાયદેસર અથવા સત્તાવાર રીતે સાબિત થયેલા આરોપનો ઉલ્લેખ જોવા મળતો નથી.

સોશિયલ મીડિયા પર ઉઠતા સવાલો

આટલા બોલ્ડ સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ અપૂર્વા મખીજાને સતત નવી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ઓટીટી પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે, જે જોઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. બીજી બાજુ, રૂ. 370ની બિરયાની પર કોમેન્ટ કરવા બદલ હિમાંશુ જાંગરાને તેની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. આ ભેદભાવને લઈને પણ કોર્પોરેટ અને સામાજિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

CM વિજયના પરિવારિક વિવાદમાં મોટો ટ્વિસ્ટ!: છૂટાછેડા કેસમાં કોર્ટે આપી નવી તારીખ, જાણો હવે આગળ શું થશે

અગાઉના જૂના વિવાદો

અપૂર્વા મખીજા અને વિવાદોનો ઘણો જૂનો સંબંધ છે. અગાઉ 'India's Got Latent' શો દરમિયાન પણ તેની કોમેન્ટ્સ પર લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તે સમયે એક સ્પર્ધકના કન્ટેન્ટ પર ખરાબ ટિપ્પણી કરવા બદલ અપૂર્વાને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની અને રેપ જેવી ધમકીઓ પણ મળી હતી, જેના કારણે તેના પરિવારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now