logo-img
Mukesh And Anil Ambani Mother Kokilaben Ambani Admitted In Reliance Hospital

Mukesh Ambani ના માતાની તબિયત લથડી : HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ, અંબાણી પરિવાર ભાવુક

Mukesh Ambani ના માતાની તબિયત લથડી
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Aug 22, 2025, 11:30 AM IST

દેશના દિગ્ગજ અને સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીની તબિયત ખરાબ થઈ ગઈ છે. શુક્રવારે વહેલી સવારે તેમને HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને એરલિફ્ટ કરીને મુંબઈની NL રિલાયન્સ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ છે

91 વર્ષીય કોકિલાબેન અંબાણીની તબિયત બગડ્યા બાદ, તેમને મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોની આખી ટીમ તેમની સારવારમાં લાગેલી છે. હાલમાં, પરિવાર તરફથી તેમની હેલ્થને લઈને કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આખો પરિવાર મુંબઈ પહોંચી ગયો છે. સવારે મુકેશ અંબાણીને કાલિની એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. અનિલ અંબાણીને તેમની પત્ની ટીના અંબાણી સાથે HN રિલાયન્સ હોસ્પિટલમાં જોવામાં આવ્યા હતા.

91 વર્ષના કોકિલાબેન રિલાયન્સના સૌથી મોટા શેરહોલ્ડર છે

કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડવાને કારણે આખો અંબાણી પરિવાર હોસ્પિટલ પહોંચી રહ્યો છે. હોસ્પિટલની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની તબિયત અત્યરે સ્ટેબલ છે. જણાવી દઈએ કે કોકિલાબેન અંબાણી ધીરુભાઈ અંબાણીના પત્ની છે. તેમણે 1955માં ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતા. મુકેશ અંબાણી, અનિલ અંબાણી, નીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર તેમના ચાર બાળકો છે. કોકિલાબેન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરહોલ્ડર છે.

ક્યાં રહે છે કોકિલાબેન અંબાણી

હાલમાં, કોકિલાબેન તેમના મોટા પુત્ર મુકેશ અંબાણી અને તેમના પરિવાર સાથે મુંબઈના એન્ટિલિયામાં રહે છે. કોકિલાબેન અંબાણી પરિવારના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 0.24% શેર છે, જે લગભગ 1,57,41,322 શેર છે. જો આપણે શેરના વર્તમાન મૂલ્યને ધ્યાનમાં લઈએ, તો તેમની સંપત્તિ 18,000 કરોડ રૂપિયાથી વધુ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now