Motorola Edge 70 Pro : Motorola એ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં તહલકો મચાવતા પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Motorola Edge 70 Pro સત્તાવાર રીતે લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેઓ એક જ ડિવાઇસમાં હાઇ-એન્ડ પ્રોસેસિંગ પાવર, લાંબુ બેટરી બેકઅપ અને પ્રોફેશનલ લેવલની ફોટોગ્રાફી ઈચ્છે છે. આકર્ષક ડિઝાઇન અને મોડર્ન ટેકનોલોજીના સમન્વય સાથે આ ફોન પ્રીમિયમ સેગમેન્ટમાં પોતાની મજબૂત હાજરી નોંધાવશે.
Motorola Edge 70 Pro ની કિંમત અને ખરીદીની વિગત
કિંમતની વાત કરીએ તો Motorola એ આ ફોનને બે શાનદાર વેરિઅન્ટમાં રજૂ કર્યો છે. તેના 8GB રેમ અને 256GB સ્ટોરેજ મોડલની કિંમત ₹38,999 રાખવામાં આવી છે, જ્યારે વધુ પરફોર્મન્સ જોઈતું હોય તેવા લોકો માટે 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ ₹41,999 માં ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોન 29 એપ્રિલથી ઈ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટ અને Motorola ની સત્તાવાર વેબસાઈટ પર વેચાણ માટે મૂકવામાં આવશે. ગ્રાહકો તેને Pantone Lily White, Pantone Tea અને Pantone Titan જેવા આકર્ષક કલર ઓપ્શનમાં ખરીદી શકશે.
Motorola Edge 70 Pro ની ડિસ્પ્લે અને પ્રોસેસર પાવર
આ સ્માર્ટફોનમાં 6.8-ઇંચની 1.5K 10-બીટ એક્સ્ટ્રીમ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 2772x1272 પિક્સેલ રેઝોલ્યુશન ધરાવે છે. ગેમિંગ અને વીડિયો સ્ટ્રીમિંગના એક્સપિરિયન્સને દમદાર બનાવવા માટે તેમાં 144Hz નો રિફ્રેશ રેટ અને 5200 નિટ્સની પીક બ્રાઇટનેસ મળે છે, જે ધોમધખતા સૂર્યપ્રકાશમાં પણ સ્ક્રીનને ક્લિયર રાખે છે. પરફોર્મન્સ માટે તેમાં MediaTek Dimensity 8500 Extreme 4nm ચિપસેટ અને Arm Mail-G720 MC8 GPU છે, જે ગમે તેવી હેવી ગેમ્સને પણ સ્મૂધ ચલાવી શકે છે.
Motorola Edge 70 Pro નો કેમેરા અને ફોટોગ્રાફી ફીચર્સ
ફોટોગ્રાફી માટે આ ફોન કોઈ વરદાનથી ઓછો નથી. તેના રિયર સેટઅપમાં 50mp નો મુખ્ય કેમેરો છે, જે OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) સાથે આવે છે, જેનાથી વીડિયો કે ફોટો ધ્રૂજારી વગરના આવશે. આ ઉપરાંત, 50mp નો અલ્ટ્રા-વાઇડ ઓટોફોકસ કેમેરો પણ છે, જે લેન્ડસ્કેપ શોટ્સ માટે શ્રેષ્ઠ છે. સોશિયલ મીડિયાના શોખીનો માટે આગળના ભાગમાં 50mp નો શાનદાર સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જે ઓટોફોકસ ફીચર સાથે ક્રિસ્ટલ ક્લિયર ફોટા પાડે છે.
આ પણ ખાસ વાંચો : Motorola Edge 70 Pro નું ટીઝર થયું રિલીઝ! : લોન્ચિંગ પહેલા ડિઝાઇન અને ફીચર્સનો થયો ખુલાસો
Motorola Edge 70 Pro ની બેટરી બેકઅપ અને ફાસ્ટ ચાર્જિંગ
Motorola Edge 70 Pro ની સૌથી મોટી તાકાત તેની 6,500mAh ની વિશાળ બેટરી છે. Motorola નો દાવો છે કે, આ બેટરી સામાન્ય વપરાશમાં આરામથી બે દિવસ સુધી ચાલી શકે છે. આટલી મોટી બેટરીને ઝડપી ચાર્જ કરવા માટે કંપનીએ બોક્સમાં જ 90W નું ટર્બોપાવર ફાસ્ટ ચાર્જર આપ્યું છે, જે ખૂબ જ ટૂંકા સમયમાં ફોનને ફૂલ ચાર્જ કરી દે છે. આ ફોન એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ છે અને કંપનીએ 3 વર્ષના OS અપગ્રેડ અને 5 વર્ષના સિક્યુરિટી અપડેટનું વચન આપ્યું છે.
Motorola Edge 70 Pro ની મજબૂતી અને અન્ય સુવિધાઓ
આ ફોન માત્ર ફીચર્સમાં જ નહીં પણ મજબૂતીમાં પણ નંબર વન છે. તેને IP68 અને IP69 રેટિંગ મળેલું છે, એટલે કે તે ધૂળ અને પાણીની સામે પૂરેપૂરું રક્ષણ આપે છે. એટલું જ નહીં, તેને MIL-STD-810H મિલિટરી ગ્રેડ સર્ટિફિકેશન મળેલું હોવાથી તે પછડાટ સહન કરવામાં પણ સક્ષમ છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G ના તમામ મુખ્ય બેન્ડ્સ, Wi-Fi 6E, બ્લૂટૂથ 5.4, અને NFC જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ફોનની પાતળી ડિઝાઈન (માત્ર 6.99 mm) તેને પકડવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ બનાવે છે.





