Motorola Razr Fold : સ્માર્ટફોન માર્કેટમાં ફોલ્ડેબલ ફોનનો ક્રેઝ સતત વધી રહ્યો છે. આ સ્પર્ધામાં પોતાની પકડ મજબૂત કરવા માટે જાણીતી કંપની મોટોરોલા તેનો પહેલો બુક-સ્ટાઇલ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'Motorola Razr Fold' ઇન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. આ સ્માર્ટફોન પાવરફૂલ ફીચર્સ અને શાનદાર કેમેરા ક્વોલિટી સાથે માર્કેટમાં ધૂમ મચાવશે.
Motorola Razr Fold ની લોન્ચિંગ અને કિંમત
Motorola Razr Fold માટે યુરોપમાં પ્રી-ઓર્ડર લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફોન આગામી મે મહિનાની શરૂઆતમાં સત્તાવાર રીતે લોન્ચ થઈ શકે છે. યુકેમાં 3 મે સુધી પ્રી-ઓર્ડર ચાલશે. કિંમતની વાત કરીએ તો, યુરોપમાં 16 GB RAM અને 512 GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત અંદાજે 1,799 યુરો (આશરે રૂ. 1,97,000) હોઈ શકે છે. આ સ્માર્ટફોન Lily White અને Blackened Blue એમ બે આકર્ષક કલરમાં મળશે.
Motorola Razr Fold ની ડિસ્પ્લે
આ ફોનમાં બે શાનદાર ડિસ્પ્લે આપવામાં આવ્યા છે. ફોનની બહારની તરફ 6.6-ઇંચની LTPO pOLED કવર ડિસ્પ્લે છે, જે 165 Hz રિફ્રેશ રેટ ધરાવે છે. જ્યારે અંદરની તરફ 8.1-ઇંચની મોટી 2K રિઝોલ્યુશનવાળી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 6,200 nits ની પીક બ્રાઇટનેસ સાથે આવે છે, જે તડકામાં પણ ક્લિયર વિઝ્યુઅલ આપે છે. સેફટી માટે તેના પર ગોરિલા ગ્લાસ સિરામિકનું પ્રોટેક્શન છે.
Motorola Razr Fold નું પાવરફૂલ પ્રોસેસર અને પરફોર્મન્સ
પાવરફુલ પરફોર્મન્સ માટે આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 8 Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે તેમાં Adreno A829 GPU પણ ઉપલબ્ધ છે. 16 GB RAM ને કારણે ફોન વાપરવામાં ખૂબ જ સ્મૂધ એક્સપિરિયન્સ આપશે.
Motorola Razr Fold નું કેમેરા સેટઅપ
ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોન વરદાન સાબિત થઈ શકે છે. તેના પાછળના ભાગમાં ત્રણ કેમેરા છે, જેમાં 50mp નો સોની મુખ્ય કેમેરો, 50mp નો ટેલિફોટો કેમેરો (3x ઓપ્ટિકલ ઝૂમ) અને 50mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો સામેલ છે. સેલ્ફી માટે બહારની સ્ક્રીન પર 32mp નો અને અંદરની સ્ક્રીન પર 20mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Motorola Razr Fold ની બેટરી અને કનેક્ટિવિટી
લાંબો સમય ચાલવા માટે તેમાં 6,000mAh ની મોટી બેટરી છે. આ બેટરી 80W ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G, Wi-Fi, NFC, અને USB Type-C જેવા તમામ આધુનિક ઓપ્શન ઉપલબ્ધ છે.






