Home Gujarat Morbi Halvad School Girl Bullet Accident One Dead Three Injured

મોરબીમાં બુલેટચાલકે વિદ્યાર્થિનીઓના ટોળાને કચડ્યું : 11 વર્ષીય બાળકીનું મોત થતાં મહિલાઓનો ચક્કાજામ, આરોપી સામે કડક કાર્યવાહીની માંગ

રસ્તો બંધ કરીને બેઠેલી મહિલાઓ
Published by: Chintan Chavda
Last Updated: Jun 25, 2026, 08:58 AM IST

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામમાં બુલેટની ટક્કરે 11 વર્ષની બાળકીના મોત બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાના બીજા દિવસે મહિલાઓ અને સ્થાનિકોએ દેવળિયા-ચરાડવા રોડ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોએ આરોપી સામે ત્વરિત અને કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

વિરોધ કરી રહેલી મહિલાઓએ જણાવ્યું હતું કે આરોપી સામે માત્ર અકસ્માતનો નહીં પરંતુ ગંભીર ગુનાઓ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. ચક્કાજામને કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

છેડતીના પણ લગાવ્યા આરોપ

વિરોધ દરમિયાન ગ્રામજનોએ વધુ એક ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ છેલ્લા બે-ત્રણ દિવસથી આરોપી યુવક ગામની દીકરીઓને ઈશારા કરીને અને પીછો કરીને હેરાન કરતો હતો. ગ્રામજનોનું કહેવું છે કે આ અંગે અગાઉથી અસંતોષ હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ઘટનાના દિવસે પાંચથી સાત વિદ્યાર્થિનીઓ શાળાએથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપીએ બુલેટ મોટરસાયકલ તેમના ટોળામાં ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં એક બાળકીનું મોત થયું હતું જ્યારે અન્ય બાળકીોને ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: GTUનું મોટું અપડેટ! : PGCET પરીક્ષાની તારીખ જાહેર, 10 હજારથી વધુ બેઠકો પર મળશે પ્રવેશ; જાણો તમામ મહત્વની વિગતો

પોલીસ તપાસ બાદ જ થશે હકીકત સ્પષ્ટ

ગ્રામજનો દ્વારા છેડતી અને ઇરાદાપૂર્વક વાહન ઘુસાડવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, આ આરોપોની હજુ સુધી પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ પોલીસ સમગ્ર ઘટનાની વિવિધ પાસાઓથી તપાસ કરી રહી છે અને પુરાવાના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મૃતક બાળકીના પરિવારને ન્યાય મળે અને આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે ગ્રામજનોનો વિરોધ યથાવત રહ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now