Home Gujarat Morbi Groundnut Warehouse Fire Out Of Control

મોરબીમાં મગફળીના ગોડાઉનની આગ હજુ બેકાબૂ : શેડ તોડી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો

મોરબીના રફાળેશ્વર ગામે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ બુઝાવવા કામગીરી
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2026, 03:40 PM IST

Morbi News: મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ હજુ પણ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. આગની તીવ્રતાને કારણે ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા સતત આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આગની વચ્ચે ગોડાઉનમાંથી મગફળીનો જથ્થો બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે જથ્થો બહાર કાઢતા જ આગની જ્વાળાઓ ફરી ભભૂકી ઊઠતી હોવાનું જોવા મળી રહ્યું છે, જેના કારણે કામગીરી વધુ મુશ્કેલ બની છે.

આગ સુધી પહોંચવા માટે ગોડાઉનનો શેડ તોડી અંદરથી આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગની અનેક ટીમો સ્થળ પર તૈનાત છે અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે સતત જહેમત ઉઠાવી રહી છે.
આ પણ વાંચો : મોરબીની રફાળેશ્વર GIDCમાં લાગી વિકરાળ આગ : 7 ફાયર બ્રિગેડની ટીમો મેદાનમાં, કરોડોની મગફળી બળીને રાખ

આગની ગંભીરતાને જોતા રાહત અને બચાવ કામગીરી આખી રાત સુધી ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તંત્ર દ્વારા આગના કારણો અને નુકસાનના ચોક્કસ આંકડાને લઈને પણ તપાસ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now