Mehsana News: મહેસાણામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના પટ્ટાવાળાની ચાલી વિસ્તારમાં કબ્રસ્તાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં એક બાળક કાટમાળ નીચે દબાઈ ગયું હતું. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, ભારે વરસાદના કારણે જર્જરિત થઈ ગયેલી દીવાલ ધરાશાયી થઈ હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.





