Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં વરસાદે જોર પકડ્યું છે. વિજયનગર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં જનજીવનને રાહત મળી છે. ખાસ કરીને વિજયનગરમાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વિજયનગર વિસ્તારમાં લાંબા સમયથી સારા વરસાદની રાહ જોવાઈ રહી હતી. જોકે, આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વરસાદથી ગરમી અને ઉકળાટમાંથી પણ લોકોને રાહત મળી છે.
આ પણ વાંચો: અમરેલીમાં ભારે વરસાદની અસર : પાંચ તાલુકાની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર
ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં પણ સારો વરસાદ વરસતા ખેતી માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. વરસાદને કારણે વાવણી અને અન્ય કૃષિ કામગીરીને વેગ મળશે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.





