Amreli News: અમરેલી જિલ્લામાં સતત ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ધારી તાલુકાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આવતીકાલે શિક્ષણ કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમરેલીમાં જાફરાબાદના ઘારાબંદર ગામમાં પૂર! : અસરગ્રસ્તોની વ્હારે આવ્યા MLA હીરાભાઈ સોલંકી
શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાત્રિ દરમિયાન વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ બાકીના તાલુકાઓની શાળાઓ અંગે નિર્ણય લેવામાં આવશે.





