IPL 2026: ઈજાના કારણે લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મોહસિન ખાને આઈપીએલની ઘણી મેચો ગુમાવી છે. પરંતુ IPL 2026માં શાનદાર વાપસી કરીને મોહસિન ખાને પૂર્વ ભારતીય સ્ટાર ઈરફાન પઠાણને પ્રભાવિત કરી દીધા છે. જેના કારણે હવે પઠાણે એક મોટું નિવેદન આપ્યું છે.
લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મોહસિન ખાને IPL 2026માં અત્યાર સુધી 4 મેચ રમી છે, જેમાં તેણે અદભૂત પ્રદર્શન કર્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તો તેણે 5 વિકેટ પણ ઝડપી હતી. તેની વાપસી બાદ લખનૌની બોલિંગ લાઇનઅપ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. આ પ્રદર્શન જોઈને જ પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ આ યુવા બોલરથી પ્રભાવિત થયા છે અને તેના ભવિષ્યને લઈને મોટી આગાહી કરી છે.
આ પણ વાંચો: એક સમયે વિરાટ સાથે જીત્યો હતો વર્લ્ડ કપ! : ટીમ ઈન્ડિયાને જીતાવનાર ખેલાડી આજે કરી રહ્યો છે અમ્પાયરિંગ...
ઈરફાન પઠાણે મોહસિન ખાન વિશે શું કહ્યું?
IPL 2026માં મોહસિન ખાને 4 મેચમાં 11.33ની સરેરાશથી 9 વિકેટ ઝડપી છે. તેની પ્રશંસા કરતા પૂર્વ ભારતીય ખેલાડી ઈરફાન પઠાણે 'જિયોહોટસ્ટાર' પર જણાવ્યું હતું કે આ મોહસિન ખાનની 'હાઈ ક્વોલિટી' દર્શાવે છે. જો તે ફિટ રહી શકે, તો કોઈ પણ તેને ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા રોકી શકશે નહીં. તેની ફિટનેસ જ એકમાત્ર અવરોધ છે કારણ કે તે લાંબા સમય સુધી ઈજાગ્રસ્ત રહે છે. તેના ડાબા હાથનો એંગલ ખૂબ મહત્વનો છે અને મોહસિનની સૌથી મોટી તાકાત તેની લંબાઈ (Height) છે, જેના કારણે તેને વધારાનો ઉછાળ મળે છે."
પઠાણે વધુમાં ઉમેર્યું કે, "તે હંમેશા કરકસરયુક્ત સ્પેલ નાખે છે અને જ્યારે તે 'ગુડ લેન્થ' પર બોલિંગ કરે છે, ત્યારે બેટ્સમેનો માટે રન બનાવવા મુશ્કેલ બની જાય છે. આ સીઝનમાં મોહસિન ખાન એકમાત્ર એવો બોલર છે જેણે ગુડ લેન્થ પર બોલિંગ કરીને સૌથી ઓછા રન આપ્યા છે. રન આપવામાં તે ખૂબ જ કંજૂસ છે, અને તે જ તેની ખાસિયત છે."
ઈજાથી પ્રભાવિત રહી છે મોહસિનની કારકિર્દી
2022માં આઈપીએલ ડેબ્યૂ કરનાર મોહસિન ખાન ઈજાના કારણે કોઈ પણ સીઝનમાં 10થી વધુ મેચ રમી શક્યો નથી. છેલ્લા 5 વર્ષમાં તે માત્ર 28 મેચ રમી શક્યો છે, જ્યારે 2 સીઝન તો તેણે સંપૂર્ણપણે ગુમાવી હતી. આ બાબતે પઠાણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "આ કમનસીબ છે, પરંતુ તેની બોલિંગ એક્શન તેના શરીર પર ઘણું દબાણ લાવે છે. થોડી સીઝન પહેલા હાથની ઈજાને કારણે તે લાંબો સમય બહાર રહ્યો હતો. જોકે, લખનૌ સુપર જાયન્ટ્સે તે મુશ્કેલ સમયમાં તેને ઘણો સપોર્ટ કર્યો અને તેની રિકવરીમાં મદદ કરી છે."





