Home Business Merritronix Ipo Subscribed 15 Times Gmp 58 Percent Listing Gain

આ IPOને પહેલા જ દિવસે મળ્યો જબરદસ્ત રિસ્પોન્સ : 15 ગણાથી વધુ સબ્સ્ક્રાઇબ; GMPમાં 58% લિસ્ટિંગ ગેઇનના સંકેત!

ipo દર્શાવતું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Jun 02, 2026, 03:20 AM IST

ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કાર્યરત મેરિટ્રોનિક્સ લિમિટેડના પ્રારંભિક જાહેર નિર્ગમ (IPO)ને પહેલા જ દિવસે રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. કંપનીનો IPO 1 જૂનથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને પ્રથમ જ દિવસે કુલ 15.77 ગણો સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. IPO પ્રત્યે જોવા મળેલા આ ઉત્સાહે SME માર્કેટમાં ફરી એકવાર રોકાણકારોની મજબૂત રસ દાખવી છે.

બજાર નિષ્ણાતોના મતે, સબ્સ્ક્રિપ્શનના આંકડા અને ગ્રે માર્કેટમાં જોવા મળતા પ્રીમિયમને જોતા IPOને લઈને રોકાણકારોમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને ડિફેન્સ, એરોસ્પેસ અને ટેલિકોમ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં કંપનીની હાજરી રોકાણકારોને આકર્ષી રહી છે.

આ પણ વાંચો: શું સસ્તી થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટ? : જેટ ફ્યુઅલના ભાવમાં 27%નો મોટો ઘટાડો, જાણો શું અસર પડશે ભાડા પર?

ગ્રે માર્કેટમાં શેરે પકડ્યો વેગ

મેરિટ્રોનિક્સ IPOનો ઇશ્યૂ પ્રાઇસ પ્રતિ શેર ₹149 નક્કી કરવામાં આવ્યો છે. જોકે ગ્રે માર્કેટમાં કંપનીના શેરો ₹87ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યા હોવાનું બજાર સૂત્રો જણાવી રહ્યા છે. આ પ્રમાણે શેરનું સંભવિત લિસ્ટિંગ મૂલ્ય આશરે ₹234 સુધી પહોંચી શકે છે.

જો આ પ્રીમિયમ લિસ્ટિંગ સુધી જળવાઈ રહે તો IPOમાં શેર ફાળવાયેલા રોકાણકારોને લિસ્ટિંગના દિવસે અંદાજે 58 ટકા સુધીનો નફો મળી શકે છે. જોકે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) માત્ર બજારની ભાવના દર્શાવે છે અને તે લિસ્ટિંગના વાસ્તવિક ભાવની કોઈ ગેરંટી આપતું નથી.

આ પણ વાંચો: બેન્કિંગ નિયમોમાં આજથી ફેરફાર : HDFC બેન્કના ગ્રાહકો ખાસ ધ્યાન આપે, રોકડ જમા કરાવવાના ચાર્જિસ અને લિમિટ બદલાઈ

કંપનીના શેરોના એલોટમેન્ટની પ્રક્રિયા 4 જૂને પૂર્ણ થવાની શક્યતા છે, જ્યારે શેરો 8 જૂનના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થઈ શકે છે.

રિટેલ અને NII રોકાણકારોમાં ભારે ઉત્સાહ

IPOના પ્રથમ દિવસના આંકડાઓ દર્શાવે છે કે રિટેલ રોકાણકારોએ ઇશ્યૂમાં જોરદાર રસ દાખવ્યો છે. રિટેલ કેટેગરીમાં IPOને 22.41 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. બીજી તરફ નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 21.27 ગણું સબ્સ્ક્રિપ્શન નોંધાયું હતું.

આ આંકડાઓ સૂચવે છે કે નાના અને ઉચ્ચ મૂડી ધરાવતા બંને પ્રકારના રોકાણકારો કંપનીના ભવિષ્યને લઈને આશાવાદી દેખાઈ રહ્યા છે.

IPOનું કદ અને રોકાણની વિગતો

મેરિટ્રોનિક્સનો IPO કુલ આશરે ₹70 કરોડનો છે. રિટેલ રોકાણકારો માટે IPOમાં મહત્તમ બે લોટ સુધી અરજી કરવાની મંજૂરી આપવામાં આવી છે. બે લોટમાં કુલ 2,000 શેર આવે છે.

₹149ના ઇશ્યૂ પ્રાઇસ અનુસાર બે લોટ માટે રોકાણકારોને ₹2.98 લાખનું રોકાણ કરવું પડે છે. SME IPOમાં સામાન્ય રીતે લોટ સાઇઝ મોટી હોવાથી રિટેલ રોકાણકારો માટે પ્રારંભિક રોકાણની રકમ પણ ઊંચી રહેતી હોય છે.

આ પણ વાંચો: UPI યુઝર્સ માટે આજથી મોટો નિયમ : 1 જૂનથી Google Pay અને PhonePe પર મોટા ટ્રાન્ઝેક્શન માટે ફિંગરપ્રિન્ટ કે ફેસઆઈડી ફરજિયાત

કંપની શું કરે છે?

1988 માં સ્થાપિત મેરિટ્રોનિક્સ લિમિટેડ એક ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) કંપની છે. કંપની ખાસ કરીને હાઈ-રિલાયબિલિટી અને મિશન-ક્રિટિકલ ઇલેક્ટ્રોનિક એસેમ્બલીઝના વિકાસ અને ઉત્પાદન માટે જાણીતી છે.

કંપનીના મુખ્ય ગ્રાહક ક્ષેત્રોમાં ડિફેન્સ, એરોસ્પેસ, ટેલિકોમ અને ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં ગુણવત્તા અને વિશ્વસનીયતા અત્યંત મહત્વપૂર્ણ હોવાથી કંપની વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

મેરિટ્રોનિક્સ કમ્પોનેન્ટ સોર્સિંગ, PCB એસેમ્બલી, સિસ્ટમ ઇન્ટિગ્રેશન, ટેસ્ટિંગ, બોક્સ બિલ્ડિંગ અને તૈયાર ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની ડિલિવરી જેવી B2B સેવાઓ પણ પ્રદાન કરે છે.

આ પણ વાંચો: શું સસ્તી થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટ? : જેટ ફ્યુઅલના ભાવમાં 27%નો મોટો ઘટાડો, જાણો શું અસર પડશે ભાડા પર?

પ્રમોટર્સ અને કંપનીની સ્થિતિ

કંપનીના પ્રમોટર્સમાં ડોવરી યેસુદાસ, ડોવરી અમરનાથ, વનજા ડી, ડાર્સી કેથન ચંદ્રા અને ડોવરી થામનનો સમાવેશ થાય છે. IPO પહેલાં કંપનીમાં પ્રમોટર્સની કુલ હિસ્સેદારી 85.17 ટકા હતી.

31 માર્ચ 2026 સુધી કંપનીમાં વિવિધ વિભાગોમાં કુલ 57 કર્મચારીઓ કાર્યરત હતા. ડિફેન્સ અને એરોસ્પેસ જેવા ઊંચી વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં કંપનીની કામગીરીને કારણે રોકાણકારો કંપનીના લાંબા ગાળાના વિકાસ અંગે સકારાત્મક અભિપ્રાય ધરાવતા જોવા મળે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત માહિતી અને શૈક્ષણિક હેતુઓ માટે છે અને તેમાં રોકાણ અથવા ટ્રેડિંગ સલાહનો સમાવેશ થતો નથી. રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારું પોતાનું સંશોધન કરો અથવા નિષ્ણાંત નાણાકીય સલાહકારની સલાહ લો. રોકાણો બજારના જોખમોને આધીન છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now