Home Gujarat Mehsana Bjp 6 Leaders Suspended 2026 Election

મહેસાણા ભાજપની મોટી કાર્યવાહી : 6 નેતા 6 વર્ષ માટે સસ્પેન્ડ

મહેસાણા ભાજપમાં ભૂકંપ
Published by: Niraj Chokshi
Last Updated: Apr 16, 2026, 10:55 AM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ ગુજરાતના રાજકારણમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે મહેસાણા જિલ્લામાં ભાજપે શિસ્તભંગ કરનારા સામે કાર્યવાહી કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ આર. રાજગોરે 6 આગેવાનોને સીધા 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

કોણ છે સસ્પેન્ડ કરાયેલા આગેવાનો

પાર્ટીએ સસ્પેન્ડ કરાયેલા 6 આગેવાનોમાં જિલ્લા સ્તરના અનુભવી નેતાઓનો થાય છે સમાવેશ:

1. જયંતીભાઈ એલ. પટેલ – પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત (સુંઢીયા, વડનગર)

2. ચિન્કલભાઈ જે. પટેલ – સક્રિય સભ્ય (સુંઢીયા, વડનગર)

3. અવિનાશભાઈ બીપીનભાઈ ચાવડા – સક્રિય સભ્ય (આદરજ, કડી)

4. કિરણજી ચેહાજી ઠાકોર – શક્તિકેન્દ્ર સંયોજક (સુલીપુર, વડનગર)

5. વિજયભાઈ ગોવિંદભાઈ પટેલ – સક્રિય સભ્ય (ટીંટોદણ, વિજાપુર)

6. દર્શનભાઈ ભીખુભાઈ પરમાર – પૂર્વ કોર્પોરેટર (વિસનગર)

આ તમામ નેતાઓને આગામી 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ માટે ભાજપનું ભવ્ય સંકલ્પ પત્ર : રિવરફ્રન્ટનાં વિસ્તરણથી લઈને 3000 ઈલેક્ટ્રિક બસનાં આપ્યા વચનો

શું છે સમગ્ર મામલો?

ભાજપે 6 આગેવાનોને સસ્પેન્ડ કર્યા તેનું મુખ્ય કારણ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ છે. મળતી માહિતી મુજબ કેટલાક આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીના સંવેદનશીલ સમયમાં આવી બળવાખોરી પક્ષ માટે નુકસાનકારક બની શકે છે, જેના કારણે જિલ્લા નેતૃત્વે તાત્કાલિક કડક પગલાં લીધા છે.

ભાજપનો સંદેશ: શિસ્તમાં કોઈ સમાધાન નહીં

ભાજપે આ નિર્ણયથી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાર્ટી માટે શિસ્ત અને સંગઠન પ્રાથમિકતા છે. ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે પરિણામોમાં અસર થઈ શકે છે. તેથી, પાર્ટી આ પ્રકારની પ્રવૃતિમાં કોઈ પણ પ્રકારની બાંધ છોડ કરવા માંગતી નથી.

આ પણ વાંચો: વડોદરા જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપનો શંખનાદ : 40 બેઠક બિનહરીફ

આ નિર્ણયની શું થશે રાજકિય અસર

મહેસાણા ભાજપમાં લેવાયેલા આ નિર્ણયથી પાર્ટીની એકતા મજબૂત બનશે. આ પગલાંથી ભાજપ આંતરિક વિખવાદ દૂર કરી શકશે. બીજી તરફ, આ ઘટનાનો લાભ વિરોધ પક્ષ લઈ શકે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષની આંતરિક એકતા ખૂબ મહત્વપૂર્ણ હોય છે. મહેસાણામાં ભાજપે લીધેલો આ નિર્ણય માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે સંદેશારૂપ સાબિત થયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now