સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ઢોલ વાગી ચૂક્યા છે. વડોદરા જિલ્લામાં ભાજપે પોતાની રાજકીય તાકાતનો પરચો બતાવ્યો છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની ફાઈનલ પહેલાંની સેમિફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. જેને કારણે ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોંટીનું જોર લગાવ્યું છે. ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 40 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
જિલ્લા પંચાયતની 4 બેઠક ભગવો
જિલ્લા પંચાયતની પ્રતિષ્ઠાભરી 4 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે.
1. ચોરંદા (કરજણ): જ્યોત્સનાબહેન વસંતભાઈ રબારી
2. રણોલી (વડોદરા): કૈરવીબા ગિરીરાજસિંહ વાઘેલા
3. જરોદ (વાઘોડીયા): નવીનભાઈ ડાહ્યાભાઈ વસાવા
4. ગુતાલ: વિશાલકુમાર ભીખાભાઈ વસાવા બિનબરીફ થયા છે.

તાલુકા પંચાયતની 19 બેઠકો બિનહરીફ
તાલુકા સ્તરે પણ ભાજપે પ્રચંડ દેખાવ કર્યો છે.
બેઠક અને ઉમેદવારના નામ:
1.સામરી
2. સાયર
3. સીમળી
4. ધાવટ
5. હાંડોદ
6. વલણ-2
7. નંદેસરી
8. બાજવા
9. ઈંટોલા
10. સોખડા-1
11. વચ્છેસર
12. વેજપુર
13.વરસડા
14. કડાછલા
15 ગુતાલ
16. રાજપુરા
17. શિનોરની
18. ડભોઈની લીંગસ્થળી
19. કુંઢેલા બેઠક થઈ બિનહરીફ.
નગરપાલિકામાં 17 બેઠક પર ભાજપનો દબદબો
નગરપાલિકાની ચૂંટણીઓમાં કુલ 17 બેઠકો બિનહરીફ થઈ છે, જેમાં પાદરા નગરપાલિકામાં સૌથી વધુ 11 ઉમેદવારો બિનહરીફ થયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામાન્ય રીતે પ્રદેશના રાજકીય વલણને સમજવા માટે મહત્વપૂર્ણ ગણાય છે. વડોદરામાં ભાજપની આ સફળતા રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ સંકેતરૂપ બની શકે છે. આ પરિણામ આવનારી ચૂંટણીમાં મતદારોના મનોભાવને પણ પ્રભાવિત કરી શકે છે. બિનહરીફ જીત ભાજપ માટે વિશ્વાસનો સંદેશ આપે છે, જ્યારે વિરોધ પક્ષોને પોતાની વ્યૂહરચના ફરીથી ગોઠવવાની જરૂરિયાત ઉભી થાય છે.





